રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના સચિન જીઆઇડીસીમાં એથર કંપનીની બાજુમાં આવેલી શાન ટેકસટાઇલ મિલમાં સાફ-સફાઈ વખતે સિમેન્ટનો પતરો મજૂર પર પડતાં તેનું મોત નિપજ્યું હતું. બુધવારે મધરાત્રે એથર કંપનીમાં લાગેલી ભિષણ આગને પગલે આજુબાજુની મિલ તેમજ કંપનીમાં ગંદકી થઈ ગઈ હતી. તે સાફ સફાઈનું કામ ચાલતું હતું. તે દરમિયાન ઘટના બની હતી.
સુરતના સચિન જીઆઇડીસીમાં એથર કંપનીમાં લાગેલી આગ બાદ બાજુની મિલમાં સાફ-સફાઈ કરતા મજૂર પર સિમેન્ટનો પતરો પડતાં મોત નિપજ્યું હતું.એથર કંપનીમાં લાગેલી આગને પગલે આજુબાજુની મિલ તેમજ કંપનીમાં ગંદકી થઈ ગઈ હતી
તે સાફ સફાઈનું કામ ચાલતું હતું.મળેલી માહિતી મુજબ, મૂળ ઝારખંડના વતની બુહસ્પતી રામેશ્વર ભૂઈયા 34 વર્ષ હાલ ઉન ભીંડી બજારમાં આવેલ સત્યનારાયણ નગરમાં રહેતો હતો. બુહસ્પતી છૂટક મજૂરી કામ કરી વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે મધરાત્રે સચિન જીઆઇડીસી એથર કંપનીમાં લાગેલી ભિષણ આગને પગલે આજુબાજુની મિલ તેમજ કંપનીમાં ગંદકી થઈ ગઈ હતી.
જેથી એથર કંપનીની બાજુમાં આવેલી શાન ટેકસટાઇલ મિલમાં શુક્રવારે બપોરે સાફ-સફાઈ કરવા માટે છૂટક મજૂરોને બોલાવ્યા હતા. જેથી બુહસ્પતી અન્ય મજૂરો સાથે ત્યાં કામ કરવા માટે ગયો હતો. તે દરમિયાન એકાએક સિમેન્ટનો પતરો બુહસ્પતી પર પડ્યો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
સુરતના સચિન એથર ઈન્ડસ્ટ્રીઝ કંપનીની આગની ઘટનામાં બાજુની મિલ નો ઈજાગ્રસ્ત થયેલ સફાઈ કર્મી નું મોત સફાઈ કર્મી બૃહતસ્પતિ ભુઇયા નું સારવાર દરમ્યાન મોત આગની ઘટનામાં મૃત્યુ આંક 8 થયો
એથ૨ ઇન્ડસ્ટ્રીઝની બાજુની શાન ડાઈંગ મિલમાં આગને પગલે નુકસાન થતા મૃતક સાફ-સફાઈ કરી રહ્યો હતો તે સમયે કર્મી ૫૨ સિમેન્ટનું પતરું પડતા સારવાર અર્થે ખસેડાયો હતો.