કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજ રોજ મહિલા અને બાળ અધિકારી શ્રીના તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રીના તથા પરખ સંસ્થાના પ્રમુખ/મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ધ્વારા “રાષ્ટ્રીય દિકરી” દિવસ ની ઉજવણી નિમિત્તે કરીમીયા ગલ્સ હાઇસ્કુલ મોડાસા ખાતે આયોજન કરવામાં આવેલ હતુ
જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી હાજર રહેલ હતા અને તેઓએ દિકરીના સમાન અધિકારો વિશે તેમજ દિકરીના મહત્વ વિશે માહિતી આપી ધોરણ ૧ થી ૧૨ મા પ્રથમ ક્રમે આવનાર દિકરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી ધ્વારા દિકરી વિશે અને સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓ વિશે જેમકે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન, પી.બી.એસ.સી. સખી વન સ્ટોપ સેંન્ટર યોજના,વ્હાલી દિકરી યોજના યોજના, ચાઇલ્ડ લાઇન યોજના વિશે માહિતી આપેલ અને પત્રિકા વિતરણ કરેલ છે.