Other

અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ યોજાયેલ દોડને લીલીઝંડી આપીને પોતે દોડમાં ભાગ લઈને ઉત્સાહ વધાર્યો

અરવલ્લી જિલ્લામાં મેઘરજ ખાતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ દોડનું આયોજન કરવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આગામી ૭૪માં પ્રજાસત્તાક દિન, ૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ની જિલ્લા કક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં યોજાશે.

પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે આજરોજ સવારે ૦૮:૦૦ કલાકે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મેઘરજ થી પી.સી.એન હાઇસ્કુલ મેઘરજ સુધી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ દોડનું આયોજન કરવામાં આવ્યું

જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર દોડને લીલીઝંડી આપી અને કલેક્ટરે દોડમાં ભાગ લીધો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. ખુબજ જુસ્સા સાથે વિદ્યાર્થીઓ આ મુવમેન્ટમાં સહભાગી થયા.

ખુબજ ઉત્સાહ ભેર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દોડ પૂર્ણ કરવામાં આવી અને અધિકારીઓ સાથે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *