Latest

યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં રાજ્ય કક્ષાના મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં”વિશ્વ પર્યાવરણ દિવસ” ઉજવાયો

ગ્રીન અને ક્લીન ગુજરાત’ના લક્ષ્ય સાથે હરિયાળીને વ્યાપક બનાવવા અને ધરતીને વૃક્ષોથી આચ્છાદિત કરવાના સરકારના સતત પ્રયાસ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે જિલ્લા કક્ષાની તા.૫મી જૂન- વિશ્વ પર્યાવરણ દિવસની મંદિર પરિસરમાં ઉજવણી કરવામાં આવી હતી,નાના ફૂલ છોડ-વિશાળ વૃક્ષો, નાના ધોધ- વિશાળ નદીઓ, નાના કાંકરા-વિશાળ પર્વતો, જંતુઓ અને મનુષ્યો. નાના હોય કે મોટા.. પ્રકૃતિના તમામ તત્વોને નમન કરવાનો અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા, આદર વ્યક્ત કરવાનો દિવસ

અરવલ્લી જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિનની આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં શામળાજી મંદિર પરિસર ખાતે ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી અંતર્ગત શામળાજી સ્થિત શ્યામલ વન ખાતે ૫૦૦ છોડનું વૃક્ષારોપણ કરી કરવામાં આવી. આ સાથે જિલ્લામાં ઠેરઠેર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

વિશ્વ પર્યાવારણ કાર્યક્રમ પ્રસંગે ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી એ આપણી ફરજ છે. પ્રવાસન સ્થળોને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના છે. આ જવાબદારી ફકત તંત્રની નહિ પ્રવાસીઓની પણ છે. કોવિડની પરિસ્થિતિમાં ઓકસીજનની કિંમત આપણને સમજાઈ. આ પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે આપને વૃક્ષ વાવવા જોઇએ. એક વૃક્ષ પોતાના અંત સુધી લોકોને તમામ રીતે મદદરૂપ થઈ છે. આ વૃક્ષોથી આદીવાસી વિસ્તારમાં લોકોને પૂરક રોજગારી પણ મળી રહે છે. આ વૃક્ષો આપણા જિલ્લાને આયુર્વેદિક ઔષધોની ખાણ બનાવે છે. આપણે બાળકોને વૃક્ષારોપણ શીખવી એક પેઢીનું આયોજન કરી શકાય. વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તેમને લોકોને અપીલ કરી.

કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકએ જણાવ્યું કે સમાજના દરેક લોકો પર્યાવરણનું મહત્વ સમજે છે. આજના સમયમાં આપણે વૈશ્વિક ધોરણે કેટલાય પડકારો જોઈ રહ્યા છીએ. આ તમમનો ઉકેલ વૃક્ષારોપણ છે. રોજિંદા જીવનમાં કેવી રીતે પર્યાવરણને સાચવી શકાય તે આપણને આ મિશન લાઇફ અંતર્ગત શીખી શક્યા છે. આપણા જીવનની યાદગાર પળોની ઉજવણીમાં એક છોડ વાવવા પણ કલેકટરે લોકોને અપીલ કરી હતી

કાર્યક્રમમાં પર્યાવરણનું મહત્વ લોકોને સમજાવતા ભિલોડા ના ધારાસભ્ય પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે આજે વૈશ્વિક સ્તરે પર્યાવરણ દિનની ઉજવણી થઈ રહી છે. અરવલ્લી જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં પણ ભરપૂર લીલોતરી જોવા છે. આ લીલોતરી બચી રહેવાનું કારણ ઘરે ઘરે પહોંચેલા ગેસ સિલિન્ડર છે જેના કારણે વૃક્ષોની કપાઈ ઘટી છે. આ બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો

વિશ્વ પર્યાવરણ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા વન અધિકારીએ આપેલી માહિતી મુજબ જિલ્લામાં ૧ મહિનાથી ચાલતા પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણની કામગીરી અંતર્ગત ૯૪૪ કિલો પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ યોજી લોકોને જાગૃત કરવા પ્રયત્નો કરાયા છે.

જો જિલ્લાનો દરેક નાગરિક સરકાર સાથે ખભે-ખભા મિલાવીને જીવંત નાના છોડના જવાબદાર અને સંવેદનશીલ રક્ષક બનવાના પડકારને સ્વીકારે તો આપણે સૌ હરિયાળીથી સમૃદ્ધ થઈ જઈશું. તેથી જ આજે આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં આસપાસની પ્રકૃત્તિ અને પર્યાવરણને માન આપવાની અને સાચવવાની પ્રતિજ્ઞા સાથે યોજાયેલ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ, ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડા , જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વન અધિકારી એસ એમ ડામોર જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ભિલોડા નોર્મલ રેન્જ ના આર એફ ઓ શૈલેન્દ્ર સિંહ રહેવર અને તેમની ટીમે કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *