ભાવનગરના અધેવાડા નજીક આવેલ કુલસરીયા હનુમાનજી મંદિર ના સાનિધ્યમાં આજે શ્રી બાબર જ્ઞાતિ યુવક મંડળ ભાવનગર દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમુહ લગ્નમાં મોટી સંખ્યામાં વિવિધ શહેરોમાંથી જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. દાતાઓના સહયોગથી સમુહ લગ્નમાં દીકરીઓને વિવિધ વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવી હતી.
આ સમૂહ લગ્નમાં સામાજિક શૈક્ષણિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવ્યા તેમજ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. લગ્નની વિધિ બાદ જ્ઞાતિની પરંપરા મુજબ શ્રી વીર મેહુર દાદા નો ડાયરો યોજાયો હતો જેમાં જ્ઞાતિના બારોટ દેવ દ્વારા દુહા છંદની રમઝટ બોલાવાઈ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી બાબર જ્ઞાતિ યુવક મંડળના તમામ હોદ્દેદારો તેમજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ મકવાણા, ઉપપ્રમુખ મનસુખભાઈ સોલંકી, અશોકભાઈ ગળથરીયા, મંત્રી બેચરભાઈ ગરથરીયા, સહમંત્રી નરોતમભાઈ ગોહિલ, ખજાનચી શૈલેષભાઈ પરમાર, સહ ખજાનચી પિન્ટુભાઈ ગોહિલ તેમજ સભ્ય શ્રી નાનુભાઈ કોટડીયા, લક્ષ્મણભાઈ સોલંકી, જયસુખભાઈ પરમાર તથા અરવિંદભાઈ ભટ્ટી તેમજ સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.