રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ની ભરૂચ ખાતે આવેલ સરયુ ટાઉનશિપ માં સામુહિક હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરયુ ટાઉનશિપ ના રહિશો ભાઈઓ બહેનો અને બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, અંજલિબેન ડોગરા, ઉપેન્દ્રભાઈ ડોગરા, કલ્પનાબેન દવે, મિનાક્ષીબેન પરમાર, મહેશભાઈ પરમાર આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ આયોજન સરયુ ટાઉનશિપ ના નમ્રતાબેન ટહેલીયાની અને બીજા સેવાભાવી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતુ. તેઓએ ટાઉનશિપમાં ઘરે ઘરે જઈને આ માટે આમંત્રણ આપ્યું હતુ.
હનુમાનજી અષ્ટસિધ્ધિ અને નવનિધીના દાતા છે તેમની કળિયુગ માં પૂજા અર્ચના અને ઉપાસના કરવાથી રોગ, શોક, ભય, ચિંતા, ક્લેશ અને વિકારો દૂર થાય છે અને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, શાંતિ મળે છે. સામુહિક હનુમાન ચાલીસા પાઠનો પ્રભાવ ખૂબ વધારે હોવાથી તેનું આયોજન દરેક જાહેર જગ્યાએ થવું જોઇએ. પાઠ ના અંતે જેઓનો જન્મ દિવસ તથા લગ્નતિથિ હતાં તેઓને ઉપસ્થિત લોકોએ પુષ્પવર્ષા કરી મંત્રોચ્ચાર સાથે આશિર્વાદ આપ્યા હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.