શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે હાલમાં અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે એસટી ડેપો મા પણ સુંદર કાર્યક્ર્મ યોજાયો હતો.આ કાર્યક્રમ સંદર્ભે પાલનપુર વિભાગીય નિયામક શ્રી કિરીટભાઇ ચોધરી સાહેબ નાં સતત અને સકારાત્મક પ્રયાસો થકી અંબાજી એસ.ટી ડેપો ખાતે પણ સ્વચ્છતા બાબત સતત જુદા જુદા કાર્યક્રમો કરી કર્મચારીઓ અને મુસાફર જનતા માં સફાઈ બાબત સતત જાગૃતિ અને સફાઈ બાબત સજાગતા રહે એ હેતુસર કાર્યક્ર્મ યોજાયો.
આજરોજ તા – 9.3.24 નાં રોજ અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નાં આચાર્ય શ્રી તેમજ NSS નાં શિક્ષક શ્રી નાં સકારાત્મક અભિગમ થકી આજરોજ અંબાજી આર્ટસ કોલેજ નાં NSS ની વિદ્યાર્થીનીઓ અને અંબાજી ડેપોના સ્ટાફ સાથે રહી એક સુંદર મઝા નો સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો અને ત્યારબાદ NSS ની વિદ્યાર્થિની દ્વારા મુસાફર જનતા ને સંબોધી સફાઈ માટે સરસ વાત કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંડરિતે સફળ રહ્યો તે બદલ અંબાજી એસ.ટી ડેપોમેનેજર રઘુવીરસિંહ દ્વારા આ તબક્કે સરકાર શ્રી, વિભાગીય નિયામક શ્રી અને કોલેજના અધ્યાપક અને વિદ્યાર્થીનીઓ નો ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો.
રિપોર્ટ અંબાજી પ્રહલાદ પૂજારી