Latest

સર્વ સેવા ટ્રસ્ટ આયોજિત ચિરાયું પ્રાર્થના સમારંભ

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસા શહેરના છેવાડાના પૂર્વ વિસ્તારના ઝુપડપટ્ટીના શ્રમજીવીઓ, મહિલાઓ,યુવા વર્ગ અને બાળકો ની મેદનીની ઉપસ્થિતિમાં ગુજરાતના પનોતા પુત્ર,માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ચીર આયુ ની પ્રાર્થના કરવામાં આવી, આ પ્રસંગે 181 અભયમ ના ચેતનાબેન દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી,તેમજ ડૉ. દીપ્તિબેન ઉપાધ્યાય દ્વારા સ્વચ્છતા એ જ પ્રભુતા, સ્વસ્થ રહો મસ્ત રહો ની જાગૃતતા કેળવવામાં આવે તેનું માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી વનીતાબેન પટેલ એ ઝુપડપટ્ટીની દીકરીઓ ભણી ઘણી અને સમાજ માં આગળ આવે એના માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

કાર્યક્રમ દરમિયાન આ વિસ્તારની મહિલાઓ યુવતીઓએ માનનીય શ્રી વડાપ્રધાનના ચિરાયુ માટે પ્રાર્થના કરી કાર્યક્રમના સમાપન પછી ઉપસ્થિત જનમેદની ને અલ્પાહાર પણ આપવામાં આવ્યો, સર્વ સેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *