Latest

97 – સાવરકુંડલા વિધાનસભા ભાજપનું સ્નેહમિલન યોજાઇ ગયો

સાંસદશ્રી ભરત સુતરીયા અને ધારાસભ્યશ્રી મહેશ કસવાલાની ઉપસ્થિતીમા યોજાયો સ્નેહમિલન

સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામા રહ્યા હાજર

દીપાવલી નું પર્વ એટલે અંધકાર માંથી આશા , ઉમ્મીદ અને અપેક્ષાઓના સેતુને નૂતન વર્ષના નવા વર્ષે સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક ભાજપ કાર્યકર્તાઓ માટે સવિશેષ યોજવામાં આવેલ હતું

જેમાં અમરેલીના સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસ વાલાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતું ને નવા વર્ષે નવી કેડી કંડારવાની પ્રણાલિકા અનુરૂપ સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ ભાજપના નાના કાર્યકર્તા તરીકે રાજકીય કારકિર્દી ની શરૂઆત કરીને આજે ધારાસભ્ય અને સાંસદ ની સફર ખેડી હોય

ત્યારે કાર્યકર્તાઓ જ પક્ષની સાચી ઓળખ અને દિશા હોવાનું ધારાસભ્ય મહેશ કશવાલા એ જણાવ્યું હતું ને આજે નૂતન વર્ષના નવા વર્ષે દરેક કાર્યકર્તાઓ દેશના વિકાસમાં સહભાગી થઈને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત થાય તે અંગે ખંત, નિષ્ઠા, અને કાર્યદક્ષતાથી કામ કરે તેવી અભિલાષાઓ વિકસિત ભારત ના સારથી તરીકે કરતા કાર્યકર્તાઓને જોમ જુસ્સો ભાજપના નેતાઓએ ભર્યો હતો

ને એક એક ભાજપનો કાર્યકર્તાઓ દેશની સેવામાં સહભાગી થતો હોવાની વાત ભાજપના નેતાઓએ જણાવી હતી ત્યારે સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા બેઠક ના કાર્યકર્તાઓ સાથે કાર્યકર નૂતન વર્ષનો અવસર સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ ખરા અર્થમાં સાર્થક સાબિત કર્યો હતો

આ નૂતન વર્ષના અવસર પર ધારાસભ્ય મહેશ કસવાલા આયોજિત નૂતન વર્ષના નવલા દિવસે સાંસદ ભરત સુતરીયાની અઘ્યક્ષતામાં સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા ,લીલીયા તાલુકા ભાજપના પ્રમુખ ભનુભાઈ ડાભી, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, વડીલ દકુકાકા કસવાલા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, જીલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકા સદસ્યો, વિધાનસભાના સાવરકુંડલા શહેર, તાલુકા તેમજ લીલીયા તાલુકાના કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમ ભાજપની યાદીમા જણાવાયુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…

1 of 575

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *