ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ
કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ, નાવલીના સુક્નેરા ડેમ માટે 109 લાખ અને બોડિયા તળાવ માટે 48 લાખ મંજૂર
ખેતીમાં હરીત ક્રાંતિ લાવવાનો ધારાસભ્ય કસવાળાનો ખેડૂત હિતાર્થે પ્રયાસ સફળ થયો
સાવરકુંડલા
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર ખેતીમાં હરિત ક્રાંતિ લાવવા નદીઓ અને તળાવો ઊંડા કરીને પાણીના સંગ્રહ મજબૂત થાય અને પાણીનો સંગ્રહ તળાવોમાં થાય ને તળાવ ઊંડા કરીને ફરતી પ્રોટેક્શન દીવાલ બનાવીને પાણીના તળ ને જમીનમાં જાય તેવા અભિગમ ને સાર્થક કરવા ખેડૂતો માટે સતત ચિંતિત એવા ધારાસભ્ય મહેશ કસવાળાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી થી લઈને મંત્રીઓ અને સચિવ કક્ષાએથી 303 લાખની સૈધાંતિક મંજૂરી મેળવી ને ખેતી સમૃદ્ધ કરવાના અભિગમને સાર્થક કરવાની પહેલ ધારાસભ્ય કસવાળાએ કરી હતી
સાવરકુંડલા શહેરની નાવલી નદી પર ઉપરવાસમાં આવેલ સૂકનેરા તળાવને ઊંડું કરીને ચોમાસાના પાણીનો સંગ્રહ કરીને ફરતે પ્રોટેક્શન દીવાલ બનાવવાની કામગીરીઓ કરવા 1 કરોડ 9 લાખ 62 હજાર, કૃષ્ણગઢ ગામના તળાવને મજબૂત કરીને પાણીનો સંગ્રહ કરવા 1 કરોડ 9 લાખ 25 હજાર અને લીલીયાના બોડિયા ગામના તળાવને ઊંડું કરીને પ્રોટેક્શન દીવાલ બનાવવા 48 લાખ જેવી માતબર રકમ ધારાસભ્ય મહેશ કસવાળાએ મંજૂર કરાવતા ખેડૂતોમાં ખુશહાલી છે
જ્યાર ખેડૂતોની ખેતીની જમીનો ફળદ્રુપ બને અને ખેડૂતો બારેમાસ ખેતીપાક લઇ શકે તેવા સ્વપ્નોને સાકાર કરવામાં ધારાસભ્ય કસવાળાની કુનેહ પૂર્વકની કામગીરીઓ ખેડૂતોએ વધાવી હોવાનું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.