Latest

સંવેદનશીલ સરકારના અધિકારીઓ પણ સંવેદનશીલ

ગારીયાધારના મામલતદારશ્રીએ ગામની ૭૫ મહિલાઓના નામ દાખલ કરવાની ફી પોતાના ખિસ્સામાંથી ચૂકવી
——–
ગારીયાધાર તાલુકાના મોટા ચારોડિયા ગામના ૭૫ રેશન કાર્ડના મોભી તરીકે મહિલાનું નામ

મહિલા સશક્તકરણની થીમ પર ગઇકાલે ગારીયાધાર તાલુકાના મોટા ચારોડિયા ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

ભારતની આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી આ કાર્યક્રમમાં શ્રોતા, વક્તા સહિતની તમામ જગ્યાઓએ મહિલાઓને અગ્રેસર કરીને કરવામાં આવી હતી.

છેલ્લાં બે દાયકામાં થયેલ વિકાસની વાત પહોંચાડવાની સાથે મહિલા સશક્તિકરણ જેવાં સમાજને સશક્ત કરનારા ઉપક્રમો પણ આ યાત્રા સાથે જોડવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમ સાથે એક નોંધપાત્ર બાબત એ હતી કે, ગઇકાલે ગામની ૭૫ મહિલાઓના રેશનકાર્ડમાં નામ ઘરના મોભી તરીકે ચડાવવામાં આવ્યાં હતાં. એક જ ગામમાં એક જ દિવસે આઝાદી કા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને ૭૫ મહિલાઓના નામ રેશન કાર્ડમાં ચડે અને તે પણ ઘરના મોભી તરીકે તે એક સારી દિશાનું પગલું કરી શકાય.

આમાં વધુ મહત્વની બાબત એ હતી કે, રેશનકાર્ડમાં નામ ચડાવવાં માટે પ્રતિ કાર્ડ રૂા. ૨૦ ની ફી હોય છે. જે મામલતદારની સહીથી આ કાર્ડમાં નામ ચડવાના હતાં તે મામલતદારશ્રી આર.એસ. લવાડિયાએ આ તમામ ૭૫ મહિલાઓની ફી પોતાના ખિસ્સામાંથી ચૂકવીને એક અનોખી સંવેદનાના દર્શન કરાવ્યાં હતાં.

રાજ્ય સરકાર તો છેવાડાના માનવીનો વિકાસ થાય તે માટે સંવેદનશીલ છે જ પરંતુ તેના અધિકારીઓ પણ આ હદે સંવેદનશીલ હોય તે રાજ્યનો વિકાસ થવો નિશ્ચિત છે.

આ કોઇ રકમની વાત નથી. એ તો ગમે તે સખાવતી માણસ આપી શકે પરંતુ સત્તામાં રહેલ માણસ જ્યારે નાના માણસો માટે આવી મોટી દરિયાદીલી બતાવે ત્યારે સમાજ પરિવર્તન થતું હોય છે.
દિકરો દિકરી એક સમાન, બેટી બચાવો બેટી પઢાવો, નારી તું નારાયણી જેવાં સૂત્રો ફક્ત દેખાવ પૂરતાં ન રહી જાય તે માટે ગારીયાધાર મામલતદારશ્રીએ ગઇકાલની વંદે ગુજરાતની ઉજવણી પણ માત્ર મહિલાઓ આગેવાની લઇને કરે તે માટે કરેલી વ્યવસ્થા પણ અભિનંદનને પાત્ર છે.

વંદે ગુજરાતના વક્તા, શ્રોતા, લાભ લેનાર તથા આપનાર તમામ મહિલાઓ હોય તેવો આ કાર્યક્રમ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ બની રહ્યો હતો.
મહિલાઓ પણ પુરૂષ સમોવડી છે અને તે પણ પુરૂષ સાથે ખભેખભા મીલાવીને કાર્ય કરી શકે છે તે તેમના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતું હતું.

આમ, ભાવનગરની ધરતી પરથી થયેલું આ મહિલા સશક્તિકરણનું આ નાનું પગલું ભવિષ્યમાં વિરાટ કદમ બની રહે અને અન્યો પણ તેમાંથી પ્રેરણા લેવાં પ્રેરાય તે જ સાચું મહિલા સશક્તિકરણ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *