સ્વાતંત્ર્ય પર્વ ની પૂર્વ સંધ્યા એ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વિનોદચંદ્ર ભીખાભાઈ પટેલ નું રાજ્યપાલ અને મુખ્યમંત્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શ્રી વિનોદચંદ્ર ભીખાભાઈ પટેલ દિવ્યાંગ હોવા છતાં વર્ષ ૧૯૯૫ થી સાબરકાંઠા ફિઝિકલ હેન્ડિકેટ મંડળની સ્થાપના કરી દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરે છે જેમાં ૧૨૩૦ દિવ્યાંગો સાથે જોડાઈને સરકારશ્રી ની વિવિધ યોજનાઓના અવેરનેસ નું કામ કરે છે.
તેઓ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ નું આયોજન કરે છે તથા વિવિધ રોજગાર લક્ષી તાલીમ દિવ્યાંગોને પૂરી પાડે છે. આ સાથે તેઓ દિવ્યાંગો અને માનવ હકોના જાગૃતિકરણનું કામ કરે છે.
વર્ષ ૧૯૯૮ માં તેમને રાજ્યપાલશ્રીના વરદ હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગ પારિતોષિક અને પ્રશસ્તિપત્ર પણ મળેલ છે.તેમનું સન્માન થતાં સૌ એ અભિનંદન પાઠવ્યા હતા.