શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે ભક્તો દર્શનાર્થે આવે ત્યારે બસ, ટ્રેન કે ખાનગી વાહનો મા આવતાં હોય છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે શિયાળાની કડકડતી ઠંડીમાં ભક્તો ગાંધીનગર થી 160 કિલોમીટર દૂર થી સાયકલ લઈને શકિતપીઠ અંબાજી આવ્યા હતા. આ ભક્તો છેલ્લા 7 વર્ષથી સાયકલ લઈને શકિતપીઠ અંબાજી આવે છે.
પર્યાવરણ બચાવો સાયકલ ચલાવો અંતર્ગત છેલ્લા 7 વર્ષથી ગાંધીનગર થી અંબાજી સાયકલ પ્રવાસ નું આયોજન થાય છે, ત્યારે ચાલુ વર્ષે પણ તા.24 ડિસેમ્બર નાં રોજ ગાંધીનગર થી અંબાજી સાયકલ પ્રવાસ નું પ્રસ્થાન થયું હતું અને તારીખ 25 ડીસેમ્બરના સાંજે સાયકલ યાત્રા અંબાજી ખાતે આવી પહોંચી હતી અને તા.26 ડિસેમ્બરે સોમવારના દિવસે અંબાજી મંદિરે ધજા અર્પણ કરી હતી.સોમવારે સવારે 10 વાગ્યા ના સમયે અંબાજી મંદિરે ભક્તો આવીને ચાચર ચોકમાં ગરબે ઘુમ્યા હતા અને દર્શન કર્યાં હતાં.
અંબાજી પ્રહલાદ પૂજારી