તેમાં ચુંટણીના જાહેરનામાથી લઈને મતગણતરી સુધીની પ્રક્રિયા યોજાઈ.સ્કૂલમાંથી જ વિદ્યાર્થીઓ ચુંટણીની સમગ્ર પ્રક્રિયા જાણે અને સમજે તથા ચુંટાયેલા પ્રતિનિધિઓએ કરવાના થતાં કાર્યો વિશે અવગત થાય સાથે સાથે ચુંટાયેલા વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં ચુંટણી દ્વારા મળેલ પદ નો ઉપયોગ કરીને સ્કૂલમાં સહભાગી થાય તેવો હેતુ રહેલો છે.
આ ચૂંટણી પ્રક્રિયામાં જાહેરનામું પ્રસિદ્ધ,ફોર્મ ભરવાની તારીખ,ફોર્મ પાછું ખેંચવાની તારીખ,ચુંટણીની તારીખ,મતદાન સમય,મત ગણતરી તારીખ વગેરે વિગત સાથે આબેહૂબ પ્રક્રિયા કરવામાં આવેલ.સ્કૂલના વિદ્યાર્થીઓ જ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, અધર પોલિંગ,સુરક્ષા કર્મી, એજન્ટ બનીને સાચી ચૂંટણી જેવો માહોલ બનાવેલ.ચૂંટણી પ્રક્રિયામાં મોબાઇલ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન બનાવેલ.આ ચૂંટણી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓમાં લોકશાહીની સમજ કેળવાયેલી જોવા મળેલ.
સમગ્ર ચુંટણી પ્રક્રિયાની પદ્ધતિ સ્કૂલના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી ગોવિંદભાઈ દ્વારા કરાવેલ.સ્કૂલના આચાર્યશ્રી ભરતસિંહના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર આયોજન કરેલ.