Latest

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર તાલીમ કાર્યક્રમ સમાપન

ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમનુ આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યુ.

આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામોમાંથી ૩૦ જેટલા બી.પી.એલ તાલીમાર્થીઓ બહેનોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો.

અતિથિ વિશેષગણએ તાલીમ કાર્યક્રમ અનુરૂપ તાલીમાર્થીઓમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદબોધન કરેલ હતું. તાલીમાર્થીઓ બહેનોને પગભર થવા વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલીમાર્થી બહેનોને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા તેમજ શુભેચ્છા પાઠવવામા આવી હતી.

તા.૧૦.૦૪.૨૦૨૩ થી ૦૯.૦૫.૨૦૨૩ ના રોજ તાલીમ કાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવેલ હતું. આ સમાપન પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે અતિથિ વિશેષ ડી.આર.ડી.એ ભાવનગરના એપીએમશ્રી વૈષ્ણવીબેન તથા એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ડાયરેક્ટરશ્રી રમેશકુમાર રાઠોડ, ફેકલ્ટીશ્રી હંસાબેન ચાવડાગોર, ફેકલ્ટીશ્રી નિલેષભાઇ બરોલીયા, ઓફીસ આસીસ્ટન્ટશ્રી ઇશાનભાઇ કલીવડા તથા જયેશભાઇ ગોહિલ તેમજ સ્ટાફશ્રી ડી. જી. પઠાણ અને સંજયભાઇ શુક્લ તેમજ ગેસ્ટ ફેકલ્ટીશ્રી માલાબેન ત્રિવેદી ઉપસ્થિત રહયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *