Latest

બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લઈ શિક્ષણ અને સુવિધાઓનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર

જામનગર સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ શાળાની કાર્યપ્રણાલી, વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓ, અભ્યાસક્રમ, શાળાનો ઇતિહાસ, શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અને માળખાગત સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

વિશેષમાં તેઓએ વાવાઝોડા અને અન્ય કુદરતી આપત્તિ સમયે શાળાની સ્થિતિ અને તેની તૈયારીઓ વિશે પણ જાણકારી મેળવી હતી.અને શાળામાં ખૂટતી સુવિધાઓ અંગે વહીવટી તંત્ર દ્વારા પૂરતો સહયોગ પૂરો પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ તકે કલેક્ટર સાથે સૈનિક સ્કૂલના આચાર્ય કર્નલ શ્રેયસ મહેતા, એડમીન ઓફિસર હરિરામ પુનિયા, વાઇસ પ્રિન્સિપાલ અને સ્ક્વોડર્ન લીડર રાકેશ તિવારી જોડાયા હતા જેઓએ કલેક્ટરને શાળાની વિવિધ પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *