“યુવાનો ની, યુવાનો માટે અને યુવાનો દ્વારા” ચાલતી સંસ્થા પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા નાં સ્થાપક બળ સમાન વિવેક ક્લબ 25 માં વર્ષ માં પ્રવેશ કરતાં રજતજયંતી પર્વ ની ઉજવણી અને વિવેક સેવા એવોર્ડ સમારોહ
વિવેક ક્લબ નાં સંસ્થાપક પલ્લવી શાહનાં સ્વાગત પ્રવચન બાદ પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા નાં સંસ્થાપક ડો કમલેશ શાહે આણંદ થી શરૂ થયેલ સંસ્થા ની 25 વર્ષ ની સફળ સફર ની ગાથા રજુ કરી.
યુવા વિવેક વોક- INDIA to BHARAT, વિવેક યાત્રા, પોલીસ કલ્યાણ કાર્યક્રમ, વિવેકાનંદ રથયાત્રા, રામકૃષ્ણ મિશન આયોજિત યુવા અને બાળ શિબિરો, પ્રાથમિક શાળાઓમાં વિવેક ક્લબ ની સ્થાપના સહિત આણંદ, વડોદરા, ડીસા, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને દક્ષિણ ગુજરાત ની અંતરિયાળ આદિવાસી આશ્રમશાળાઓ માં ચાલતાં યુવા શક્તિ દ્વારા રાષ્ટ્ર ભક્તિ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા સંસ્કાર સિંચન નાં સેવાયજ્ઞ વિશે માહિતી આપવા માં આવી.
ક્લબ ની પ્રવૃત્તિઓ માં મદદ અને માર્ગદર્શન પૂરું પાડનાર- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી હરેશભાઈ શાણી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નાં ભૂ.પુ. કુલપતિ ડો રમેશભાઈ કોઠારી, વોકમેન ઓફ ઈન્ડિયા ડો રાજુભાઇ ઠક્કર, ગુજરાત હોમિયોપેથીક કાઉન્સિલ નાં પ્રમુખ ડો રાજેશભાઈ મ્હાલે, આણંદ ની સી પી પટેલ કોમર્સ કોલેજ નાં આચાર્ય ડો આર ડી મોદી, સુરત ની આકાંક્ષા ચિલ્ડ્રન હોસ્પિટલ નાં ડો હેતલકુમાર દેસાઈ, ધરમપુર માં સેવાની ધૂણી ધખાવનાર ડો દોલતભાઈ દેસાઈ, ક્લબ નાં સ્થાપક સભ્ય શ્રી મહેશભાઈ શાહ, પાયોનીયર હોમિયોપેથીક કોલેજ નાં પ્રોફેસર ડો આનંદભાઈ પટેલ, જાણીતા પર્યાવરણવીદ અને સાયકલવીર શ્રીમતી સંજીતાસીંગ નેગી, દાતા શ્રી રાજીવ ભાઈ શાહ અને નિયમિત ધોરણે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ ક્લબ નાં યુવાન અને ઉત્સાહી સભ્યો ને વિવેક સેવા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા.
સંસ્થા ની પ્રથમ મધ્યસ્થ કારોબારી સમિતિ નાં હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી જેમનાં દ્વારા ક્લબ નાં સંસ્થાપક શ્રી ઓ પલ્લવી શાહ અને ડો કમલેશ શાહ ને સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું.
ક્લબ નાં નવાં કેન્દ્રો શરૂ કરવા અને વિવેકાનંદ પ્રેરિત મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સાંસ્કૃતિક અભ્યાસક્રમ પ્રકલ્પ નો વ્યાપ અન્ય શાળાઓમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારની શાળાઓમાં પહોંચાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
આ પ્રસંગે ક્લબ નાં સભ્યો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા
ગુજરાત પ્રદેશ મધ્યસ્થ કારોબારી સમિતી (Governing Council)
Effective from 1st April 2024 to 31st March 2026.
1 પ્રમુખ– ડો શૈલેષ ઝીંઝાળા-સુરત
2 ઉપપ્રમુખ-1– હિમાંશુ પંચાલ- ગાધીનગર
3 ઉપપ્રમુખ-2– ડો શ્રેયા ઠક્કર- ડીસા
4 ઉપપ્રમુખ-3– હિતેશ કવાડ- સુરત
5 મંત્રી– નિલેશ કનાડીયા- વડોદરા
6 સહમંત્રી– ધર્મેશ વાળા- સુરત
7 ખજાનચી– પાર્થ પટેલ- વડોદરા
8 સહ ખજાનચી– ડો દર્શન દત્તાણી- અમદાવાદ
9 ટ્રાયબલ કેમ્પ વ્યવસ્થાપન– ડો દિનેશ ઢોલા
10 મિડિયા મેનેજમેન્ટ– જીમિત શાહ-અમદાવાદ
11 ક્લબ બુલેટિન સંપાદક– ડો જિગર અભાણી-રાજકોટ
ક્લબ વિસ્તરણ પ્રભારી
12 સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન– દિપેશ રાઠોડ-રાજકોટ
13 મધ્ય ગુજરાત ઝોન– કિરણ સેવા-મહીસાગર
14 દક્ષિણ ગુજરાત ઝોન– નિતેશ વર્મા-બારડોલી
15 ઉત્તર ગુજરાત ઝોન– ડો હિતેશ ઠક્કર-પાટણ
વિવેક અભ્યાસક્રમ પ્રકલ્પ
16 દક્ષિણ ગુજરાત ઝોન–ડો રોની દૂધવાળા-નવસારી
17 ઉત્તર ગુજરાત ઝોન– ડો રાજદીપ લિંબોલા-અમદાવાદ
18 સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન– નિકુંજ બુધ્ધદેવ-રાજકોટ
19 મધ્ય ગુજરાત ઝોન– ડો માનવેન્દ્ર ચાવડા-બોરસદ
સ્ત્રી સશક્તિકરણ
20 ડો વિભૂતિ ચાવડા– જામનગર
આશ્રમશાળા સંપર્ક પ્રભારી
21 ભાવેશભાઈ બદલાણીયા- સુરત