કપિલ પટેલ દ્વારા અરવલ્લી
શામળાજી વિસ્તારોમાં અચાનક ગત રોજ એકાએક પવન સાથે વરસાદી માહોલમાં સાબરડેરી સંચાલિત શામળાજી આશ્રમ ખાતે આવેલ શીતકેન્દ્ર માં મોટો વિશાળકાય અજગર આવી જતા શીતકેન્દ્ર ના કર્મચારીઓ તેમજ લેબર સ્ટાફ ના મજૂરો અને મેઘરજ મોડાસા ભીલોડા તાલુકામાં થી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઓમાંથી કલેક્શન કરી દૂધ લાવતા ટ્રકો ના ડ્રાયવરો કંડકટર માં ફફડાટ વ્યાપી ગયો હતો
ત્યારે શામળાજી વન વિભાગના આર એફ ઓ વિજયભાઈ ચૌધરી અને સામાજિક વનીકરણ વિસ્તાર ના ડી એફ ઓ એસ ડી પટેલ ને રાત્રી ના સમયે એક જાગૃત નાગરિકે જાણ કરતા બંને અધિકારીઓ એ તેમની રેસ્ક્યુ ટીમ ને શીતકેન્દ્ર ખાતે મોકલતા એક કલાક થી વધુ સમય ભારે જહેમત બાદ અજગરને શીતકેન્દ્ર કર્મચારીઓ ની મદદ કરતા પકડી લીધો હતો અને વન વિભાગના કર્મચારીઓ એ અજગર ને સમાલત પકડી લેતા કર્મચારીઓ અને તમામ સ્ટાફ રાહતનો શ્વાસ લીધો અને ભયમુક્ત બન્યા હતા આમ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ની સરાહનીય કાર્ય ને સોં લોકો એ બિરદાવી હતી