રૂલ લેવલ જાળવવાં એક દરવાજો ૦.૨૪૫ મીટર ખોલવામાં આવ્યો
શેત્રુંજી નદી ઉપર આવેલ ખોડિયાર સિંચાઇ યોજનામાં પાણી પૂર્ણ સપાટીએ ભરાતાં રૂલ લેવલ જાળવવાં એક દરવાજો ૦.૨૪૫ મીટર ખોલવામાં આવ્યો છે.
ખોડિયાર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં હેઠવાસના ગામોને સતર્ક રહેવાં તાકીદ કરવામાં આવી છે. અત્યારે ૬૪૫ ક્યુસેક્સ પાણીનો પ્રવાહ પસાર થઇ રહ્યો છે.
આથી ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાના સરંભડા, ગુજરડા, જુના, મનાજી, રાણીગામઘ સતાપરા, ઠાંસા અને પાલીતાણાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાળીયા (મનાજી), જીવાપુર, રાણપરડા અને રોહિશાળા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવાં ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવાં તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે.
અત્યારે જળાશયમાં પાણીનું હાલનું સ્તર ૨૦૨.૫૦ મીટર છે અને ૧,૦૨૩.૮૮ મીટર ઘનફુટ પાણીનો જથ્થો છે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર અને ફરજ પરના અધિકારી, ફ્લડ સેલ ભાવનગર સિંચાઇ યોજના, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.