Breaking NewsLatest

શેત્રુંજી ડેમ ૯૯ ટકા ભરાતા પાલીતાણા અને તળાજા ૧૮ ગામો એલર્ટ કરાયા

ભાવનગર જિલ્લામાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ ૯૯ ટકા ભરાતા પાલીતાણા અને તળાજા ૧૮ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.

ભાવનગરના તા.૨૧/૦૭/૨૦૨૩ ના સાંજે 6 કલાકે જણાવ્યા મુજબ આપના તાલુકાનો શેત્રુંજી ડેમ ૯૯% ભરાઇ ગયેલ છે. હાલની સપાટી ૩૩ ફૂટ ૮૮ઇંચ છે અને પાણીની આવક ૮૧૧૭ કયૂસેક થયેલ હોય ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલ નીચે જણાવેલ મુજબના ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

સિંચાઇ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયેલ છે. પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર, મેઢા અને તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર હેઠવાસમાં તથા શેત્રુંજી નદી કાંઠે આવતા ગામોના લોકોને નદીના પટમાં અવર- જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *