અમરેલીજિલ્લા અને તાલુકા વિસ્તારમાં વરસાદના કારણે શેત્રુંજીનો મુખ્ય ડેમ ધારી ૯૦% ભરાય ગયો હોય તેથી નીચાણવાળા ગ્રામ વિસ્તારોમાં હાઈ એલર્ટ પર મુકાયા હોય ત્યારે જેસર અને ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ગામોને પણ હાઈ એલર્ટ પર મુકાયા છે .
જેમાં જેસર તાલુકા વિસ્તારના રાણીગામ દેપલા પીપરડી રાણીપડા અને ગારીયાધાર ગુજરડા , ઠાસા સહિત કેટલા ગ્રામ્ય વિસ્તારોને પણ હાઈ એલર્ટ પર મુકાયા છે જેને લઈ જેસરના મામલતદાર દ્વારા શેત્રુંજી નદીના પટમાં લોકો અવરજવર ન કરે અને ઢોર સરવા માટે જ્યા પાણી નું વહેણ થી દુર સરવવા અને રાત્રી દરમિયાન કોઈ જાનહાનિ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવા જેસર મામલતદાર દ્વારા જેસર પીએસઆઈ ને નદી કાંઠા માં રાત્રિ નાં સમય માં બંદોબસ્ત ગોઠવવા જાણ કરાઈ
રિપોર્ટ વિક્રમસિંહ ગોહિલ જેસર