લાજપોરની શિદીમો ઇન્ટરરૂષ પ્રાઇવેટ કેમિકલ કંપની માંથી ખાડીમાં ડાયકેમનું પદુષિત પાણી છોડાતું હોવાનો વિડીયો વાઇરલ થયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ ડાયકેમનું કેમિકલ યુક્ત પાણી લાજપોર-કનકપુર કનસાડ ની ખાડીમાં છોડાતા હોવાની ફરિયાદ બાદ GPCB ના અધિકારીઓ દોડતા થઇ ગયા છે.
સ્થાનિક લોકોએ જણાવાયું હતું કે અઢી વર્ષની મહેનત બાદ આખું કૌભાંડ પકડ્યું છે. જોકે GPCB ની લેબના ચોકાવનારા રિપોર્ટ આવ્યા બાદ પણ કંપની સામે કોઈ પગલાં ભરાયા નથી.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સામાજિક આગેવાન અજય ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કંપનીનો એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ ઘણા વર્ષોથી બંધ અને જર્જરિત હાલતમાં છે. કેમિકલ યુક્ત પાણી ખાડીમાં છોડાતું હોવાની માહિતી બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
લગભગ દોઢ વર્ષમાં ત્રણ ફરિયાદ કરતા ત્રીજી ફરિયાદમાં GPCB ના અધિકારીઓએ સ્થળ વિઝીટ કરી વિડીયોગ્રાફીમાં પાણીના સેમ્પલ લેવાયા હતા.એના રિપોર્ટ પણ ચોંકાવનારા આવતા GPCB ના અધિકારીઓની દોડતા થઈ ગયા હતા. એટલું જ નહીં પણ રિપોર્ટ આવ્યા ને પણ બે થી ત્રણ સપ્તહ થઈ ગયા છે
પણ કેમિકલ કંપની સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી એ પણ એક પ્રશ્ન છે. વધુમાં જણાવ્યું હતું કે નિયમ મુજબ સીડીમાંના કન્સન મુજબ COD 100 મિલીગ્રામ પર લીતરે હોવું જોઈએ એના બદલે રિપોર્ટમાં 350 આવ્યું છે.BOD 30 મિલી ગ્રામ લીટર ના બદલે રિપોર્ટમાં 62 આવ્યું છે. TDS (ટોટલ દિઝોલવ સોલિડ ) 2100 મિલી ગ્રામ ના બદલે રિપોર્ટમાં 35146 આવ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે. અધિકારીઓએ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન 1974 એકટ મુજબ CCA ના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કે ક્લોઝર કાર્યવાહી કરવા બદલે GPCBના અધિકારીઓ અ આડા કાન કરતી હોય એમ લોક ચર્ચા થઈ રહી છે.
રાજકીય દબાણમાં GPCB લાચાર અને મિલને લોકોના આરોગ્ય સાથે છેડા કરવાની ખુલ્લી છૂટ અપાઈ હોય એ વાતને નકારી શકાય નહીં. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વડોદરા અને સુરત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને વારંવાર ફરિયાદ કરાઇ પણ પરિણામ શૂન્ય આવતા GPCB કોઈ યોગ્ય કાર્યવાહી ન કરે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની તઇ યારી પણ કરી છે
અત્રે ઉલેકનિય છેકે લજપોરમાં અને આજુ બાજુના વિસ્તારોમાં વસવાટ કરતા 40 હજાર લોકોના જીવ જોખમમાં મુકાયો છે.સાતે સાતે લજપોરના વનીકરણના બન્ને બોરિંગમા એસિડિક પાણી આવતા નર્સરી ને પણ મોટું નુક્સાન થઈ રહિયું છે
સુરતના લજપોરની ઘટના.
કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે..
પદૂષિત પાણી થી જળ સૃષ્ટિ ને મોટું નુકસાન.
જમીન ને બાળી નાખે.ભૂગર્ભ જળ પદુષિત થાય.
સ્થાનિક 40 હજાર લોકો (રહેવાસીઓ) ના આરોગ્ય ને નુકશાન.
લાજપોર ના વનીકરણ ના બન્ને બોરિંગમાં એસિડિક પાણી આવતા નર્સરી ને મોટું નુકસાન.
વનિકરણની નર્સરી માટે બહાર થી પાણી મગાવવાની નોબત આવી પડી.