Breaking NewsLatest

સિહોરમાં ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજની 34 દિકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયા

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાની રક્તતુલા કરાઈ

સિહોર     તા. ૭
સિહોર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજનો ભવ્ય સમૂહલગ્ન સમારોહ ગઈકાલે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની ખાસ ઉપસ્થિતમાં યોજાયો હતો. આ લગ્ન મહોત્સવમાં 34 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જ્યારે વજુભાઇ વાળાની રક્તતુલા કરવામાં આવી હતી.

સિહોરના અર્જુન પેટ્રોલપંપ નજીકના મેદાનમાં યોજાયેલા આ સમૂહલગ્નમાં લગ્નોત્સવ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ, રાજકીય પ્રતિનિધીઓના સન્માન સમારોહ અને બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.

રવિવારે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજનો સમુહલગ્નોત્સવ સમારોહમાં રાજ્યભરના અગ્રણીઓની ઉપસ્થિતમાં યોજાયો હતો. જેમાં સમાજના અગ્રણી મોભી એવા વજુભાઇ વાળાની રક્તતુલા કાર્યક્રમ પણનું પણ આયોજન થયું હતું.

હસ્તમેળાપ વિધિ, ભોજન સમારોહ, રકતદાતાઓને સન્માનપત્ર, વિધાર્થીઓ સહિત અગ્રણીઓને સ્મૃતિચિન્હ આપીને સન્માનિત સહિતના અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયભરના અગ્રણી, આગેવાનો, રાજનેતાઓ, સંતો મહંતો, સમાજના મોભીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *