Latest

સિહોર ખાતે વરસાદી વાતાવરણમાં મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો અટકાવવાં માટે આરોગ્યતંત્રની ઝૂંબેશ

દર માસના પ્રથમ અને ત્રીજા શનિવારે સિહોરમાં ટીમવર્કથી સિહોરના વિસ્તારોમાં પોરાનાશક કામગીરી

તાલુકા હેલ્થ કચેરી સિહોર દ્વારા ઝૂંબેશ અને જિલ્લા આરોગ્યતંત્રનું સતત માર્ગદર્શન

અત્યારે વરસાદી વાતાવરણમાં ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો વકરતો હોય છે. પરંતુ તંત્રની સઘન કામગીરી અને લોકજાગૃતિને કારણે ભાવનગર જિલ્લામાં આ રોગો પર ઘણાઅંશે નિયંત્રણ કરી શકાયું છે.

આ કામગીરી માટે તંત્ર સાથે લોકોનો પણ સહયોગ મળે તો આ કામગીરી વધુ વેગવાન રીતે કરીને રોગચાળાને અંકુશિત કરી શકાય છે. ભાવનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર, આર.સી.એચ.ઓ. ડો. કોકીલાબેન સોલંકી, જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો. બી.પી. બોરીચાની સૂચના અને માર્ગદર્શનથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. સી.ટી. કણઝરીયા અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી અનિલભાઈ પંડિતના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા, મઢડા, સોનગઢ, સણોસરા, ઉસરડ અને સિહોર અર્બનની ટીમો દ્વારા દર માસના પ્રથમ અને ત્રીજા શનિવારે સિહોર અર્બન અને સિહોરના જુદા- જુદા વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ અટકાવવાં માટેના પ્રયાસો કરવામાં આવે છે.

લોકોને પાણીના તમામ પાત્રો ઢાંકીને રાખવાં, ચકલાના કૂંડા, ઝાડના કૂંડા, કૂતરાઓ માટેની કૂંડી, ફ્રીજની ટ્રે સાફ કરવી, ટાયરો અને ભંગાર અગાસી પરથી દૂર કરીને મચ્છર ઉત્પત્તિ અટકાવવી તેમજ પાણીને ઉકાળીને પીવાથી તેમ જ ક્લોરીનયુક્ત કરાવવાથી પણ મચ્છરજન્ય રોગચાળો અટકે છે તે વિશેની સમજ લોકોને આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુપરવાઇઝરો સર્વશ્રી સોનગઢના શ્રી વિક્રમસિંહ પરમાર, સણોસરાના શ્રી મિતેશભાઇ ગોસ્વામી, ઉસરડના શ્રી રામદેવસિંહ ચુડાસમા, મઢડાના શ્રી રાજદીપસિંહ ગોહિલ, ટાણાના શ્રી રમણીકભાઈ બારૈયા, અર્બનના શ્રી સાજનભાઈ- દીપકભાઈ નાથાણી તથા આરોગ્ય કર્મચારીઓ સતત પોતાના કાર્ય ક્ષેત્રમાં રોગચાળાને અટકાવવાં માટે આશા અને આશાફેસીની ટીમો સાથે સતત કામગીરી કરી રહ્યાં છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *