ગાંધીનગર: રાજ્યના મૃદુ અને મક્કમ માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા ઐતિહાસિક નિર્ણય લઈને પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (H-TAT)ના પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવામાં આવ્યો છે, જેમાં શિક્ષણહિતમાં અંદાજે ગુજરાતના લગભગ ૧૮૦૦ જેટલા શિક્ષકોને મૂળ શાળામાં પરત કરેલ છે.
તદુપરાંત યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વાકાંક્ષી પ્રૉજેક્ટ સ્કૂલ ઑફ એક્સલેન્સ અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ- ૨૦૨૦ના પૂર્ણતઃ અમલીકરણ માટે શિક્ષણક્ષેત્રે આ મૂલ્યવર્ધિત નિર્ણય કરવા બદલ રાજ્યના મુખ્ય શિક્ષકો (H-TAT) દ્વારા ગાંધીનગર ખાતે મંત્રી પ્રફુલ પાનસેરિયાને મળી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.