કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રાજ્યમાં ત્રણ દિવસથી ચાલી રહેલા કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને શાળામાં નામાંકન નો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે આજે ત્રીજા દિવસે ગુજરાત નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવ બી.બી દેસાઈએ ભિલોડા તાલુકાના પ્રાથમિક શાળા ખાતે બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાવ્યો હતો.સાથે એક દિવ્યાંગ બાળકને પણ પ્રવેશ અપાવ્યો હતો.
સચિવ એ બાળકોને નિયમિત શાળામાં આવવા અને સારી કારકિર્દી ઘડતર માટે ની શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે સચિવએ શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. શાળામાંથી ખેલ મહાકુંભ 2022 યોજાયેલ ખેલ મહાકુંભમાં પહેલા બીજા અને ત્રીજા ક્રમે આવેલ દિવ્યાંગ બાળકોને તથા દાતાશ્રીઓને સન્માનવામાં આવ્યા હતા.
સચિવ તથા મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું,તથા ટ્રાન્સપોર્ટેશન વાહનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સી.આર.સી ચૌધરી,સમદર્શન શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ, તિથિ ભોજન ના દાતા, જયંતીભાઈ બળેવિયા નાનજીભાઈ બોડાત, શાળા વ્યવસ્થાપન સમિના અધ્યક્ષ ચંદ્રીકાબેન જોષીયારા, તથા શાળાના શિક્ષક, ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.