સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાહેર રસ્તો, કોમ્પ્લેક્સ તેમજ વર્ષોથી નાના-મોટા ધંધા કરતાં વેપારીઓની દુકાનો પાડવા તથા હનુમાનજી મંદિરનું ડેમોલેશન કરવા બાબત.
સવિનય સાથે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, સમગ્ર વિશ્વભરનું પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર આવેલ છે જેમાં આપ ચેરમેન છો, જ્યારે તા.૨૮/૦૧/૨૦૨૪ ના રોજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરની આજુબાજુમાં ડેમોલેશન કરવામાં આવેલ છે જેમાં જી.આઈ.ડી.સી.ની સામે નબળા વર્ગના લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાના-મોટા ભંગારના ધંધા કરતાં વેપારીઓના મકાનો પાડી નાખવામાં આવેલ છે
જ્યારે આ જગ્યા રોડથી ખુબજ દૂર અને નડતર ન હોવા છતા પણ તેઓને કોઈ જાણ કર્યા તથા તેઓની બીજી જગ્યાએ વ્યવસ્થા કર્યા પહેલા પાડી નાખવામાં આવેલ છે તેમજ સોમનાથ મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વારથી મંદિર સુધીમાં આશરે ૧૫ વર્ષથી લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નાના મોટા ધંધા કરતાં જેમાં ખાસ કરીને મંદિરને અનુલક્ષીને મંદિરને લાગત ત્રિસુલ, માળા, પ્રસાદ જેવી નાની-મોટી ધાર્મિક વસ્તુઓનો વેપાર કરતાં ત્યાં પણ અચાનક રાતોરાત પોલીસ બંદોબસ્ત સાથે ડેમોલેશન કરવામાં આવેલ છે
જ્યારે સોમનાથ ટ્રસ્ટને અનુલક્ષીને કોઈ પ્રશ્નો ઊભા થયે ટ્રસ્ટ તેમજ પાટણના આગેવાનો મળીને નિવારણ લાવતા આવ્યા છે જ્યારે હાલ જે ડેમોલેશન કરવામાં આવેલ છે
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ