અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલુ હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી વર્લ્ડનુ સૌથી મોટુ શક્તિપીઠ છે. અંબાજી ખાતે આગામી દિવસોમાં પોષી પૂનમ પર્વ ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રવિવારે સુમારે અંબાજી મંદિરના આઠ નંબર ગેટ નીચે રહેતી એસઆરપી બેરેકમાં સવારે ચા બનાવતી વખતે કારણોસર આગ લાગતા દોડાદોડ મચી ગઈ હતી કારણ કે આ બેરેકમાં એસઆરપી જવાનો રહે છે.
એસઆરપી બેરેકમાં આગ લાગતા તાત્કાલિક આગ બુજાવવા માટે એસઆરપી જવાનો દ્વારા પ્રયાસ કરવામા આવ્યા હતા અને અંબાજી મંદિરના સિક્યુરિટી ગાર્ડ, પોલીસ દોડી આવી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ આવીને આગ ઓલવી હતી અને ગેસના બાટલાને બહાર કાઢવામાં આવ્યો હતો અને મોટી જાનહાની ટળી હતી.
રિપોર્ટર…અમિત પટેલ