Latest

અંબાજી એસટી ડેપોની આદિજાતિ મોરચા વિભાગે મુલાકાત કરી અને ડેપો મેનેજર સાથે ચર્ચા કરી

આજ રોજ અંબાજી ડેપો ખાતે પ્રદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટી, આદિજાતિ મોર્ચો શ્રી નીલેશભાઈ બુંબડીયા, શ્રી ગમાજી ખરાડી, શ્રી રવીન્દ્રભાઈ દાંતા તાલુકા ના સરપંચ શ્રીઓ અંબાજી એસ.ટી ડેપો ખાતેથી સંચાલિત થતા લોકલ (ટ્રાયબલ) વિસ્તાર ની બસો બાબતે પ્રશ્નો સંદર્ભે આજરોજ અંબાજી ડેપો ખાતે ડેપો મેનેજર રઘુવીરસિંહ ની અંબાજી ડેપો ખાતે રૂબરૂ મુલાકાત લઈ તે બાબતે રજૂઆતો કરેલ છે.

આ તમામ રજૂઆતો ની સાચી ગંભીરતા અને ટ્રાયબલ વિસ્તાર ના વાહન વ્યવહાર નાં પ્રશ્નો બાબત ની લોકો ની સાચી ચિંતા અને સરકાર શ્રી ના વધુ માં વધુ લોકો સુધી એસ.ટી ની સેવા પહોંચાડવાના અભિગમ ને સાર્થક કરવા ના પવિત્ર ઉદ્દેશ્ય બાબત લાંબી ચર્ચા નાં અંતે આવનાર પ્રતિનિધિઓ ની સાચી રજૂઆત ને માન્ય રાખી ટ્રાયબલ વિસ્તાર માં હાલ માં ચાલુ તમામ રૂટો ને નિયમિત સંચાલિત કરવામાં આવશે

સાથો સાથ કોઈ અન્ય રજૂઆત હોય તો તે બાબતે તાત્કાલિક સકારાત્મક પગલા લઇ પ્રશ્નો નિરાકરણ ની બાહેધરી આપી આજની ચર્ચા નો અને ટ્રાયબલ વિસ્તાર ના વર્ષો જૂના અને વર્ષો જૂના પ્રાણપ્રશ્નો નું હકારત્મક નિરાકરણ થતા સૌ પ્રતિનિધિઓ એ નિરાંત અનુભવી હતી જે સંદર્ભે આવનાર સૌ માન. સૌ પ્રતિનિધિઓને સાલ ઓઢાડી તેમનું સન્માન સ્વાગત કરવામાં આવેલ અને ચર્ચા નો ખૂબ સુખ અંત થતા ડેપોમેનેજર દ્વારા સૌ નો આભાર માન્યો હતો.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *