સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને આવકારતા નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ
આણંદ, સોમવાર : સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ આજથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે.
ધોરણ ૧૦ ની પરીક્ષાઓ આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓને આણંદ સ્થિત સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈએ પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવીને આવકાર્યા હતા.
આ પ્રસંગે શ્રી ઋતુરાજ દેસાઈએ વિદ્યાર્થીઓ શાંત ચિતે પરીક્ષાઓ આપે, કોઈપણ પ્રકારનું ટેન્શન ન રાખે તે ખૂબ જ જરૂરી છે. કેમ જણાવતા ઉમેર્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જે મુજબ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપતા સમયે તેમને વ્યવસ્થિત બેસવાની તથા પીવાના પાણી સહિતની તમામ આનુસંગિક વ્યવસ્થાઓ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ વ્યવસ્થા દરેક સ્કૂલો ખાતે ઊભી કરવામાં આવી છે.
નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને કોઈપણ જાતના ટેન્શન વિના શાંત ચિત્તે પરીક્ષા આપવા અપીલ કરી હતી. આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ પણ વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ