સ્ટુડન્ટ ફોર સેવા બનાસકાંઠા દ્વારા બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકા માંથી 300 જેટલા વિદ્યાર્થીઓ સફાઈ અભિયાનમાં જોડાયા છે અંબાજી ના વિવિધ માર્ગો પર સફાઈ નું એક અભિયાન માં આજ નો દિવસ જોડાઈ અંબાજીને સ્વચ્છ અને સુંદર બનાવવાની કામગીરીમાં ભાગીદાર થશે.
સ્ટુડન્ટ ઓફ ફોર સેવા સતત 16 વર્ષથી એક સેવાનું કાર્ય કરી લોકોને પ્રેરણા રૂપ સાબિત થઈ રહ્યું છે. ભાદરવી પૂનમ નો મેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી આવતા માર્ગો ને સ્વચ્છ સુંદર બનાવવાની કામગીરીમાં સ્ટુડન્ટ ફોર સેવા સતત કાર્યરત રહે છે.
જીલ્લા વિકાસ અધિકારી જણાવ્યું હતી કે અંબાજી ભાદરવી પૂનમનો મેળો દર વર્ષે યોજાય છે અને માં અંબા નો પવિત્ર ધામને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી સ્વચ્છતા સમિતિ પાસે હતી.
અંબાજી ગ્રામ પંચાયતના વિસ્તારને પાંચ વિભાગોમાં વિભાજિત કરી વિભિન્ન નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ના સ્ટાફ મારફતે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. તમામ ટીમો એ ખૂબ જ સુંદર કામગીરી કરી હતી.
ભાદરવી પૂનમનો મહા મેળો પરિપૂર્ણ થયો છે પણ સ્વચ્છતા સમિતિનું હજી કાર્ય પૂર્ણ થયું નથી. આવનાર ત્રણ દિવસ તારીખ 30 સપ્ટેમ્બર થી લઈને 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા ની કામગીરી કરવામાં આવશે જેમાં નગરપાલિકાઓ મહાનગરપાલિકા ના સ્ટાફ આ કામગીરી જોડાયા છે.
સ્વંમ સેવકોને પણ વિભાગમાં વિભાજીત કરી સફાઈ કામગીરી સોંપવામાં આવશે સ્વંમ સેવકો દ્વારા પણ અમને સહયોગ મળશે અને અંબાજી સ્વચ્છ સુંદર ની છબી બની રહેશે.
અંબાજી પ્રહલાદ પૂજારી