વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫
ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. આ અંગે પત્રકાર સંઘર્ષ સમિતિ – ગુજરાત રાજ્ય દ્વારા આજે જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સમિતિ ના અધ્યક્ષ અમિતભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે પત્રકારો સમાજના અરીસાની જેમ કાર્ય કરે છે. તેઓ ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને જનહિતના મુદ્દાઓ ઉઠાવે છે. પરંતુ આવા પત્રકારોને દબાવવા માટે કાયદાનો ખોટો ઉપયોગ થવો અત્યંત ગંભીર બાબત છે.
આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા નીચે મુજબ જણાવ્યા હતા
1.પત્રકારો સામેના ખોટા કેસો રદ કરવા.
2 પત્રકારોને કાયદાકીય રક્ષણ અને સુરક્ષા આપવા.
3.પત્રકારિતાની સ્વતંત્રતા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવા.
4.દબાણકારી કાર્યવાહી કરનારા તંત્ર સામે કડક પગલાં લેવા.
પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા જણાવ્યું હતું કે જો પત્રકારોને ન્યાય અને રક્ષણ નહીં મળે, તો રાજ્યવ્યાપી ગાંધીચિંધ્યા માર્ગે આગળ વધીશું
પત્રકાર સંઘર્ષ સમિતિ – ગુજરાત રાજ્યએ સરકારને અપીલ કરી છે કે લોકશાહીના ચોથા આધારસ્તંભ તરીકે પત્રકારોને જરૂરી રક્ષણ આપવામાં આવે.
પત્રકાર મિત્રો ના હિત અને રક્ષણ માટે પત્રકાર સંઘર્ષ સમિતિ હર હંમેશ સેવાકીય પ્રવૃતિ સાથે 24X 7 ઉપલબ્ધ રહેશે
આગમી તારીખ 16/11 ના રોજ રાષ્ટ્રીય પત્રકાર દિવસ નિમિતે પત્રકાર મિત્રો માટે પત્રકાર સંપર્ક ટેલીફોન ડિરેક્ટરી 2025 નું વિમોચન પણ સંસ્કારી નગરી વડોદરા ના આંગણે રાખવા માં આવેલ છે