રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતમાં જાહેર પરિવહન માટે સિટી બસની સેવા ઉપલબ્ધ છે અને આ સિટી બસમાં રોજના લાખો લોકો મુસાફરી કરતા હોય છે.પરંતુ સુરતમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સિટી બસ મુસાફરોથી ખીચોખીચ ભરી છે અને કેટલાક લોકો બસના દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા છે.
ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણી સમયાંતરે સુરતની સિટી બસના અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. જો આવી પરિસ્થિતિમાં મુસાફરો પ્રવાસ કરતા હોય અને કોઇ મોટી દુર્ઘટના બને તો કેટલાય લોકોના જીવ જઈ શકે છે.ત્યારે લોકો પણ આટલી હદે બેદરકારી ન રાખે તે પણ જરૂરી છે. અહીં થોડીક પણ બેદરકારી દુર્ઘટના સર્જી શકે છે અને લોકોનો જીવ પણ જઈ શકે છે.
સુરતમાં સીટી બસમાં કેટલાક લોકો મુસાફરી કરતા હોય…
શહેર માં સોશિયલ મીડિયામાં સીટી બસનો વીડિયો થયો વાઈરલ…
સિટી બસમાં લોકો જીવ જોખમમાં મૂકી મુસાફરી કરતા હોય…
કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ…
લોકોએ આવી જોખમી મુસાફરી ન કરે તે પણ જરૂરી છે….