સુરત શહેર જિલ્લામાં કોરોનાવાયરસ ના કેસ ઝડપથી વધી રહ્યા છે .સુરત નવી સિવિલ સ્થિત કોવિડ -19 હોસ્પિટલમાં હાલ એક રેસિડેન્ટ ડોક્ટર સહિત કોરોનાના આઠ દર્દી સારવાર હેઠળ છે જ્યારે શંકાસ્પદ કોરોના ના લક્ષણો ધરાવતા 20 થી 25 દર્દીઓ છેલ્લા ચાર-પાંચ દિવસથી કોવિડ હોસ્પિટલની ઓપીડી માં આવી રહ્યા છે. દર્દીઓની વધતી સંખ્યા જોતા કોવિડ હોસ્પિટલમાં એક્સરે પાડવા માટે ટેકનિશિયનની નિમણુક કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં આવતાં શંકાસ્પદ કોરોના ના દર્દીઓને એક્સરે પાડવા માટે છેક રેડીયોલોજી વિભાગ સુધી લબાવવું નહીં પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે કોવિડ હોસ્પિટલમાં રાઉન્ડ ધી ક્લોક એક્સરે ટેકનિશિયન હાજર રહે તે માટે નવા પાંચ એક્સરે ટેકનિશિયનની ભરતીનો ઓર્ડર પણ કરવામાં આવ્યો છે. ડોક્ટર ગણેશ ગોવેકરે કોવિડ હોસ્પિટલમાં આવતા દર્દીઓને યોગ્ય અને સારી સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એમ જણાવ્યું હતું.
શહેરમાં કોરોનાના કેસ વધતા સિવિલ તંત્ર એક્શન મોડમાં
કોવિડ હોસ્પિટલમાં આવતા દર્દીઓના એક્સરે પાડવા ટેકનિશિયનની સંખ્યામાં વધારો
OPDમાં દરરોજ 20થી 25 કેસ
નવા 5 ટેક્નિશિયનની ભરતી કરાશે