દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં સર્જરીના દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પૂરતા બેડ ન હોવાથી ઓપરેશન બાદ દર્દીઓને જમીન પર સૂવડાવાય રહ્યા છે.૨ પુરૂષ વોર્ડમાંથી એકને તાળું મારી દેવાતા આ સ્થિતિ છે. તબીબો કેહે છે કે આ વોર્ડ જર્જરિત થઈ જતાં જોખમી છે. જૂની બિલ્ડિંગના ત્રીજા માળે ૪ વોર્ડ છે. જેમાંથી ૨ પુરૂષ અને ૨ મહિલા દર્દી માટે છે.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
દક્ષિણ ગુજરાતના સુરતની સૌથી મોટી નવી હોસ્પિટલમાં સર્જરીના દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પૂરતા બેડ ન હોવાથી ઓપરેશન બાદ દર્દીઓને જમીન પર સૂવડાવાય રહ્યા છે. હોસ્પિટલમાં પુરૂષ વોર્ડમાં એક બંધ હોવાથી માત્ર એકમાં દર્દીઓ દાખલ છે. તેમાં ૪૩ બેડ છે, જે ભરાઈ જતાં દર્દીઓને જમીન પર સારવાર અપાઈ રહી છે.
કેટલાક દર્દીઓને ૩થી ૪ દિવસ જમીન પર સારવાર લેવી પડે છે. તબીબોનું કહેવું છે કે ચોમાસામાં અકસ્માતના કેસ વધતા હોવાથી આ સમસ્યા છે. આખું વર્ષ માંડ ૩૦-૪૦ દર્દીઓ દાખલ હોય છે જે હાલમાં ૫૦ થી વધુ આવી રહ્યા છે.સિવિલના જૂના બિલ્ડીંગના ત્રીજા માળે ૪ મેડિકલ વોર્ડ છે. જેમાંથી ૨ મહિલાઓ માટે અને ૨ પુરુષો માટે છે. પુરૂષોના ૨ વોર્ડમાંથી એક વોર્ડ બે માસથી બંધ પડેલો છે. આ વોર્ડ જર્જરિત હોવાથી બંધ કરી દેવામાં આવ્યો છે.
તેમ છતાં સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી. બાકીના એક પુરુષ વોર્ડમાં એક તરફ ૧૭ બેડ અને બીજી તરફ ૨૬ બેડ છે. કુલ ૪૩ પથારી છે જે ભરાઈ ગઈ છે. જેથી ઘણા દિવસોથી દર્દીઓ જમીન પર બેસીને સારવાર લઈ રહ્યા છે.મેડિકલ વોર્ડના તબીબો કહે છે કે સામાન્ય દિવસોમાં રોજના ૩૦થી ૪૦દર્દીઓ દાખલ થાય છે પરંતુ વરસાદમાં ૫૦ થી વધુ થઈ જાય છે.
વોર્ડ ફુલ થઈ જતાં કેટલાક દર્દીઓને જમીન પર સારવાર આપવી પડે છે.વરસાદમાં દર્દીઓની સંખ્યા વધી જાય છે. જે દર્દીઓ જમીન પર સારવાર લઈ રહ્યા છે તેમને અન્ય સ્થળે ખસેડવાની વિચારણા ચાલી રહી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ભગવાન ભરોષે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બંને સર્જરી વોર્ડ ફુલ.
ઓપરેશન કરેલા દર્દીઓની જમીન પાથરી સારવાર.
પુરુષ વોર્ડમાં ૪૩ પથારી સામે ૫૦થી વધુ દર્દી દાખલ.