શહેરમાં હવસખોરો દ્વારા નાની નાની માસૂમ બાળકીઓને પોતાનું હવસનું ભોગ બનાવી અવાર નવાર દુષ્કર્મ ,અડપલાં કર્યા હોવાની ઘટના બનતી હોય છે જેને લઈ સુરત શહેર પોલીસ દ્વારા શી ટીમ બનાવી ગુડ ટચ અને બેડ ટચની સાથે સાથે સ્વરક્ષા અને કરાટેની તાલીમ આપવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ગતરોજ સોમવારે સાંજે પાંડેસરા વિસ્તારમાં આવેલી દેવકી નંદન સ્કૂલમાં 500 કરતા વધુ વિધાર્થીનીઓને આ તાલીમ આપવામાં આવી હતી જેમાં સુરત શહેર પોલીસના એફ ડિવિઝનના એ.સી.પી રામજી મવાણી, સ્થાનિક કોર્પોરેટર સુધા પાંડે સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાંડેસરામાં 500 વિદ્યાર્થીનીઓ ને સ્વરક્ષા અને કરાટેની તાલીમ અપાઈ
પાંડેસરા પોલીસ અને શી ટીમ દ્વારા ગુડ ટચ અને બેડ ટચ વિશે જાગૃત કર્યા
શહેરમાં માસૂમ બાળકીઓ સાથે થતા દુષ્કર્મ રોકવા પોલીસનું અભિયાન