રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત શહેરના જાણીતા તોફાની કાનુડો મિત્ર મંડળ દ્વારા સ્વતંત્ર સેનાની થીમ સાથે ગોકુળ અષ્ટમી મટકી ફોડ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા અને ભગવાન શ્રી કૃષ્ણના નાદ સાથે ભક્તિમય માહોલ સાથે હાથી ઘોડા પાલખી..જય કનૈયા લાલ કી..’ના નાદથી ગુંજી ઉઠ્યા હતા….
તહેવારો નો શહેર કહેવતો આપનો સુરત શહેર કે જ્યાં દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવતો હોય છે જ્યાં આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોય તેનું જશન હોય કે પછી ભગવાન શ્રી કૃષ્ણ ની ગોકુળ અષ્ટમી મટકી ફોડ હોય દરેક તહેવાર ને ધામ ધૂમ સાથે ઉજવામાં આવતો હોય છે
ત્યારે સુરતના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં શ્રી છત્રપતિ શિવાજી વેજીટેબલ માર્કેટમાં સુરત શહેરના જાણીતા તોફાની કાનુડો મિત્ર મંડળ દ્વારા ખાસ સ્વતંત્ર સેનાની થીમ સાથે ગોકુળ અષ્ટમી મટકી ફોડવાનું કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત સુરત સહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાઝમેરા સુરત શહેર શાસક પક્ષ નેતા અમિત રાજપુત સહિત વોર્ડના નગરસેવકો અને શ્રી છત્રપતિ શિવાજી વેજીટેબલ માર્કેટના પ્રમુખ સાથે હોદ્દેદારો વિક્ર્તાઓ અને હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. અને ભગવાન શ્રી કૃષ્ણના નામ સાથે હાથી ઘોડા પાલખી..જય કનૈયા લાલ કી..’ના નાદથી ગુંજી ઉઠ્યા હતા
– ભવ્ય જન્માષ્મી મહોત્સવનું ભવ્ય આયોજન હાથી ઘોડા પાલખી..જય કનૈયા લાલ કી..’ના નાદથી ગુંજી ઉઠ્યા કૃષ્ણ જન્માષ્ટમીની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ સ્વતંત્ર સેનાની થીમ સાથે ગોકુળ અષ્ટમી મટકી ફોડ કાર્યક્રમ નું ભવ્ય આયોજન શહેરના જાણીતા તોફાની કાનુડો મિત્ર મંડળ દ્વારા કરાયું આયોજન