રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂ બેકાબૂ બન્યો છે.શહેરમાં એક સાથે ૨૧ કેસ સામે આવતા પાલિકા તંત્ર ચિંતિત થયું છે,જ્યારે ૨૧ માંથી ૧ દર્દી ની હાલત ગંભીર હોવાનું પણ મેડિકલ ઓફિસર જણાવી રહ્યા છે.એક બાજુ કોરોનાના કેસોમાં વધારો નોંધાય રહિયા છે ત્યા બીજી બાજુ હવે સ્વાઇન ફ્લૂના કેસોમા ઉછાળો આવતા સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયેલા સ્પેશ્યલ વોર્ડમાં હાલ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
સુરત શહેર માં છેલ્લા દસ દિવસમાં સ્વાઇન ફ્લૂ કેસમાં સતત વધારો નોંધાયો છે.પહેલા એક બે કેસ આવતા પરંતુ હવે એક સાથે બે ગણા કેસ આવવાની શરૂઆત થઈ છે.સ્વાઇન ફ્લૂના લક્ષણો શરદી,ખાસી અને તાવ આ વખતે એની સાથે શ્વાસ માં તકલીફ હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે,જેના કારણે પાલિકા દ્વારા કોન્ટેક્ટ ત્રેસીંગ સાથે સ્વાઇન ફ્લૂના ટેસ્ટિગ સર્વે ની કામગીરી શરૂ કરી દેવાઈ છે. શહેરના તમામ ઝોનમાં રેપિડ રિસ્પોન્સ અને સરવેની ટીમ તૈનાત કરાઇ છે.હાલ માં ૨૧ કેસ અને ૪ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે તેમાંથી ૧ દર્દી ની હાલત ગંભીર છે.અન્ય દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.સ્વાઇન ફ્લુના નોંધાવેલા તમામ કેસોમાં ૪૦ વર્ષ થી ઉપર અને કોમોર્બિત દર્દીઓ નોંધાયો છે
સુરતમાં એક સાથે ૨૧ કેસ સામે આવતા તંત્ર ચિંતિત થયું ..
૨૧ માંથી ૧ દર્દી ની હાલત ગંભીર..
એક બાજુ કોરોનાના કેસોમાં વધારો ..
બીજી બાજુ હવે સ્વાઇન ફ્લૂના કેસોમા ઉછાળો આવ્યો..
સ્વાઇન ફ્લૂ વધતા સિવિલમાં સ્પેશ્યલ વોર્ડ તૈયાર કરાયો..
હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ..
સ્વાઇન ફ્લૂ કેસ વધતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું..