સુરક્ષાસોસાયટી-ભાવનગર જીલ્લાના ઉપક્રમેભાવનગર રેન્જ IGP શ્રી ગૈાતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબનાઓ તથાના.પો.અધિ. શ્રી આર.વી. ડામોર સા. (HQ) તથા ના.પો.અધિ.શ્રી મિહીર બારીયા સા. પાલીતાણા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ તથા સી.પી.આઇ. શ્રી જે.આર.ભાચકન સા. પાલીતાણાનાઓની સુચના આધારે તથા શિહોર મોંઘીબાની જગ્યાના મંહત શ્રી ૧૦૦૮ જીણારામજી મહારાજના આશીર્વાદથી અને માનવ સેવા ગ્રુપ વલ્લભીપુરના સહયોગથી વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. પી.ડી.ઝાલા અને પો.સ્ટેની ટીમ મારફતે વલ્લભીપુર ટાઉનમાં આવેલ વાઘા સ્વામી મહારાજની જગ્યા ખાતે સીનીયર સીટીઝનોના લાભાર્થે શ્રી રણછોડદાસજી મહારાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને સર ટી હોસ્પીટલ ભાવનગર દ્રારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા ફ્રીનેચરોથેરાપી નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ આજરોજ તારીખ ૨૮/૦૩/૨૦૨૩ ના કલાક ૦૮/૦૦ થી ૧૩/૦૦ દરમ્યાન યોજવામાં આવ્યો.
આ મેડીકલ કેમ્પના બ્લડ ડોનેશનમાં કુલ ૫૮ જેટલા વ્યકિતઓએ ભાગ લઇ કુલ ૫૮ જેટલી બ્લડની બોટલનું ડોનેશન કરવામાં આવેલ છે. તેમજ નેત્ર નિદાન કેમ્પ દરમ્યાન કુલ ૫૫ જેટલા દર્દીઓને આંખના ફ્રી ઓપરેશન માટે બસ મારફતે રાજકોટ રણછોડદાસજી મહારાજ હોસ્પીલટ ખાતે મોકલી આપવામાં આવેલ છે. તેમજ આ નેત્ર નિદાન અને નેચરોપેથે નિદાનમાં કુલ ૨૫૦ જેટલા દર્દીઓએ ઓ.પી.ડી. સારવાર લઇ પોતાના સ્વાસ્થય માટે ભાગ લીધેલ છે.
આ કાર્યક્રમમાં શ્રી મિહીર બારીઆ સા. ના.પો.અધિ. પાલીતાણાનાઓ તેમજ શ્રી કણઝરીયા સા. મામલતદાર વલ્લભીપુર તથા શ્રી ગઢવી સા. તાલુકા વિકાસ અધિકારી વલ્લભીપુર તથા શ્રી જે.આર. ભાચકન સા. સી.પી.આઇ. પાલીતાણાનાઓ તેમજ વલ્લભીપુર પો.સ્ટેનો પોલીસ સ્ટાફ, જી.આર.ડી. તથા હોમગાર્ડના સભ્યો તથા અન્ય સામાજીક અગ્રણીઓ, હોદેદારો અને ગ્રામજનો મળી આશરે ૪૦૦ ની સંખ્યામાં કાર્યક્રમને સફળ બનાવવા લોકો ઉપસ્થિત રહયા હતા. અને આ કાર્યક્રમથી પોલીસે સુરક્ષાની સેવાના ભાવનું ઉતમ ઉદાહરણ પુરુ પાડેલ છે.
અહેવાલ ધમૅન્દ્રસિંહ વલભીપુર