કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરન્ચા મુકામે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો ગુરુપૂર્ણિમા ઉત્સવ તારીખ 03જુલાઈ 2023ને સોમવારના રોજ શાળા પરિસરમાં સવારે 9.00 કલાકે હર્ષોલ્લાસથી ઉજવાયો.
માનવંતા મહેમાનોના આગમન પહેલાં જ સૌએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું. કાર્યક્રમની શરૂઆત સૂર્યા ફાઉન્ડેશનના વાઈસ ચેરમેન વેદજીના વરદ હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. મહેમાનોને ભાલતિલક કરવામાં આવ્યું. સરસ્વતી વંદના કર્યા બાદ મહેમાનોનો પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું.
તમામ શિક્ષકોને તિલક પુષ્પગુચ્છ અને પ્રસાદી અર્પણ કરવામાં આવી. શાળાના આચાર્ય હાર્દિક જોશીએ આજના કાર્યક્રમની રૂપરેખા અને મહત્ત્વ સમજાવ્યું હતું. નાના કેડેટ્સ દ્વારા ગુરુ મહિમા દર્શાવતા વૈદિક મંત્રોનું મંચ પરથી સામૂહિક ગાન કરવામાં આવ્યું.
કક્ષા 9 ના કૈડેટ કર્દમ રાઠવાએ આજના ગુરુપૂર્ણિમા પર્વની મહત્તા પર પોતાના વિચારો રાજુ કર્યા હતા. સંગીત શિક્ષક અર્જુન પટેલે ગુરુ માહિમા દર્શાવતું સુંદર ભજન સંગીતના તાલ સાથે રજુ કરીને વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું.
સૂર્યા ફાઉન્ડેશન દિલ્લીના વાઈસ ચેરમેન વેદજી દ્વારા ધોરણ 10 -12ના બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ 12 પાસ કર્યા પછી zee એડવાન્સ પરીક્ષા પાસ કરનાર કૈડેટ ભાવેશ ખરાડીને પોતાનો અનુભવ કહેવાની તક આપી અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યો.
બે શિક્ષકો અને બે કર્મચારીઓને ઈન્સેન્ટિવ કવર આપીને વેદજીએ સૌને વધુ સુંદર કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. પૌરાણિક ગુરુ શિષ્યોના ઉદાહરણો આપી આજના પવિત્ર દિવસની મહત્તા દર્શાવી પ્રકૃતિના પૂજક અને સમર્થક બનવા જોશ પૂરું પાડ્યું હતું.
આચાર્ય હાર્દિક જોશીજી અને મેનેજર સંજય વશિષ્ઠજીએ વિદ્યાર્થીઓના જીવનમાં ગુરુનું સ્થાન હંમેશાં વંદનીય છે તેમ જણાવી પૌરાણિક ઉદાહરણો કહ્યાં હતાં. એડમિનિસ્ટ્રેટર સમરજીત યાદવ, ડ્રીલ ઈન્સ્ટ્રક્ટર હવાલદાર સોહનજી ભટ્ટ અને સીનીયર ટીચર વિષ્ણુભાઈ પટેલે આ પાવન પર્વ માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
સૌ શિક્ષકો અને કર્મચારીઓની ઉપસ્થિતિ તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહ વર્ધક બની રહી હતી. શાળાના સામાજિક વિજ્ઞાન શિક્ષક અંકિત ત્રિપાઠીએ સફળ મંચ સંચાલન કર્યું હતું. કાર્યક્રમ પછીની અગત્યની સૂચનાઓ ગણિત શિક્ષક રોહિત ચૌધરીએ આપી હતી. આચાર્ય હાર્દિક જોશીએ કાર્યક્રમને સફળતા બક્ષનાર સૌનો આભાર માન્યો હતો. અંતે પ્રસાદ ગ્રહણ કરી સૌ આગળના કાર્યક્રમમાં જોડાયા હતા.