એબીએનએસ, પાટણ : પાટણ જિલ્લાના સમી તાલુકાના ઝીલવાણા ગામમાં છેલ્લા વીસ દિવસથી ગામમાં વઢેર રમેશભાઈ ના નિવાસ સ્થાન અને આજુબાજુના રહેણાંક વિસ્તારમા કપિરાજના આતંકથી ગામમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો.
ગામના સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા પાટણ વન વિભાગ ની હારીજ વિસ્તરણ રેન્જના સમી રાઉન્ડના ઝીલવાણા ગામે છેલ્લા 20 દિવસ થી આતંક મચાવનાર કપિરાજ ને આખરે હારીજ આર.એફ.ઓ નારણભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ વિસ્તરણ રેન્જ ના સ્ટાફે ઝીલવાણા ગામે રહેતા વઢેર રમેશભાઈ નારણભાઈ ના ઘરે પાજરુ ગોઠવી આખરે કપિરાજ ને પાંજરે પુરતા ગ્રામજનોએ રાહત નો શ્વાસ લીધો હતો.