Latest

તૈયાર હે હમ: જામનગર મિલિટરી સ્ટેશનથી 78 આર્મી જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા જવા થયા રવાના

જામનગર: બિપરજોય વાવાઝોડાને ધ્યાને લેતા જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના ૭૮ જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા જવા રવાના થયા છે.

વિઓ: ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ અસર સર્જાશે.

ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર ઉપરાંત સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ મદદે આવી છે. ત્યારે જામનગર મિલિટરી સ્ટેશનમાંથી આર્મીની રેસ્ક્યુ ટિમ આજે રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા માટે રવાના થઇ છે.

આર્મીના ૭૮ જેટલા જવાનો ૧૭ વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ રવાના થયા છે. તેમજ કલેક્ટર કચેરી જામનગર ખાતે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને આર્મી, નેવી અને એરફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજવામાં હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *