Latest

ખંભાળિયાના આરાધના ધામ ખાતે કાર્યરત પોલીસ કેમ્પમાં ફૂલડોલ ઉત્સવ માટે જતા પદયાત્રીઓને મળી રહ્યો છે વિવિધ સેવાઓનો લાભ

દેવભૂમી દ્વારકા, સંજીવ રાજપૂત: એબીએનએસ: રાષ્ટ્રની સુરક્ષા માટે જેમ જવાનો દિવસ કે રાત, ઠંડી કે ગરમી સહિત કઠિનથી કઠિન પરિસ્થિતિમાં ખડે પગે રહેતા હોય છે તેમ પોલીસ વિભાગના જવાનો પણ નાગરિકોની સેવા માટે સતત હાજર રહેતા હોય છે. ત્યારે આવું જ એક ઉમદા ઉદાહરણ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર પૂરું પાડ્યું છે.

આપણા દેશ તથા રાજ્યની પ્રજા ઉત્સવ પ્રિય છે. ત્યારે આગામી હોળી તથા ધૂળેટીના તહેવાર દરમ્યાન યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાનશ્રી દ્વારકાધીશ સંગ હોળી મનાવવા આવી રહ્યા હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આરાધના ધામ ખાતે સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો છે.

આ તકે પુણ્યનું ભાથુ બાંધવા આવેલ પદયાત્રીઓ જોશનાબેન તથા સાગર ઉપાધ્યાયે પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પદયાત્રીઓ માટે રહેવા, જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જેના માટે હું પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે આરધના ધામ નજીક સેવા કેમ્પમાં પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા ઉપરાંત પાણી, ચા – નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પદયાત્રીઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવી રહી છે. તેમજ વાઈબ્રેટર મસાજ મશીન દ્વારા મસાજ પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત વયોવૃધ્ધ પદયાત્રીઓની આંખની તપાસ કરી ત્વરિત ચશ્મા સહિત દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત પદયાત્રીઓની સલામતી ધ્યાને લઈ “જય દ્વારકાધીશ” સૂત્રના સ્ટીકરો તેમજ રેડિયમ રિફ્લેક્ટર બેગ પર લગાડવામાં આવી છે. માત્ર એટલું જ નહિ કોઈ પદયાત્રીઓના રોડની એક બાજુ સાઈડમાં ચાલવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે ખરા અર્થમાં માનવ સેવાનું દ્રષ્ટાંત પૂરું પાડે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *