Latest

નવસારી જિલ્લાના વિવિધ કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નો રંગ જમાવ્યો

નવસારી,સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત રાજ્યના આદિવાસીઓ હોળી સહિતના તહેવારો, અને વિવિધ પ્રસંગોએ દેવી દેવતાને રીઝવવા અને સંસ્કૃતિના ભાગરૂપે પોતાની ઢબે આદિવાસી નૃત્ય કરતા હોય છે.

આદિવાસી નૃત્ય મનમોહક હોય છે. આ મનમોહક નૃત્યએ આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સમગ્ર કાર્યક્રમને ઉર્જાવાન બનાવ્યો હતો. નવસારી જિલ્લો પોતાની અનોખી બાબતો માટે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. ત્યારે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આવકારવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા ખાસ સાંસ્કૃતિક નૃત્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લાના ૩૦૦ કલાકરો દ્વારા કાર્યક્રમના સ્થળે પણ ૧૬ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી નાગરિકોને મનોરંજન આપ્યું હતું.

આ ૧૬ કૃતિઓમાં તુળજા ભવાની ગૃપો નવસારી દ્વારા ગણેશ વંદના લેઝીમ ડાંસ(મરાઠી), બાલજી નવયુવક રાસ મંડળ, સરી બુજરંગ નવસારી દ્વારા મણીયારો રાસ(વ્હાલા સંદેશો..), કર્મશુ આર્ટસ, સુરત દ્વારા હર હર શંભુ ગીત ઉપર નૃત્ય, નુપુર સાજ સ્કુલ ઓફ પરફોર્મિંગ આર્ટસ, નવસારી દ્વારા ઝુમે ગોરી રીમીક્સ રાસ( ગુજરાતી કલ્ચરલ), બજરંગી ધર્મેશભાઇ એન્ડ ગૃપ, નવસારી દ્વારા ઘેરીયા લોક નૃત્ય, પ્રગતિ યુવક મંડળ, ધવલીદોડ, ડાંગ દ્વારા ડાંગી લોકનૃત્ય, આરતી ભટ્ટ ડાન્સ ગૃપ, સુરત દ્વારા ઘૂમર ઘૂમે છે-રાજસ્થાની અને બોલીવુડ સોંગ, સપ્તધ્વની કલાવૃંદ અને સંગીત વર્ગ દ્વારા દુધે તે ભરી તલાવડી-ગરબો, શિવમ એજ્યુકેશન એન્ડ જનસેવા ટ્રસ્ટ, વાંસદા નવસારી દ્વારા તૂર નૃત્ય, નુપુર સાજ સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટસ નવસારી દ્વારા રણછોડ રંગીલા-રીમીક્ષ, આદિવાસી કલા સાંસ્કૃતિક મંડળ, ધામોદલા, વાલોડ, તાપી દ્વારા ડોવડા નૃત્ય, કાઠિયાવાડી બોયઝ સુરત ગૃપ દ્વારા ગોતીલો ગોતીલો-રીમીક્ષ, આરતી ભટ્ટ ડાન્સ ગૃપ, સુરત દ્વારા ઢોલી તારો ઢોલ-રીમીક્ષ, એસ.પી.બોર્ન ટુ વિન ડાન્સ કંપની, સુરત દ્વારા બોલીવુડ ડાન્સ રીમીક્ષ-દેશ ભક્તિ ગીત, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ, વાઝરડા, તાપી દ્વારા ગામીત નૃત્ય, જેઝ મ્યુઝિક ગૃપ દ્વારા દેશભક્તિ ગીતો રજુ કરવામાં આવ્યા હતા.

આ તમામ કાર્યક્રમોમાં ઢોલ નગારાના નાદે સમગ્ર માહોલ ખુશનુમા બનાવવાની સાથે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નો ભારે રંગ જામ્યો હતો. કાર્યક્રમના સ્થળે વિવિધ ડોમમાં યજમાન સ્થાનિક નાગરિકો પણ આદિવાસી સંગીતના તાલે ઝુમી ઉઠયા હતા. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી નવસારી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *