કપિલ પટેલ દ્વારા અમદાવાદ
ધી લક્ષ્મીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.નો સુવર્ણ જયંતિ મહોત્સવ આયોજિત કરવામાં આવેલ હતો.દૂધ મંડળી દ્વારા સ્થાપનનાના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ ઉજવણી કાર્યક્રમમાં સમારંભના અદયક્ષ તરીકે સાબરડેરી,હિંમતનગર તેમજ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન,આણંદના ચેરમેન શામળભાઈ પટેલ તેમજ સાબરડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજભાઇ પટેલ,નિયામક મંડળના સદસ્ય રામભાઇ પટેલ,નીલકંઠ મહાદેવના મહંત સોહન પુરી મહારાજ,સંયુક્ત રજીસ્ટ્રાર પ્રતિકભાઈ ઉપાધ્યાય,ઉપ સચિવ સુમિતભાઇ ચૌધરી, ડૉ.અમિતભાઈ દેસાઇ તથા વિવિધ સહકારી સંસ્થાઓના ચેરમેનશ્રીઓ,જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો અને ખેડબ્રહ્મા-વિજયનગર તાલુકા ભાજપા પ્રમુખ શ્રીઓ અને મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક સભાસદો હાજર રહ્યા હતા,
પ્રસંગે શામળભાઈ પટેલના હસ્તે તકતી અનાવરણ કરવામાં આવેલ હતું.
કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દૂધ મંડળીના પૂર્વ ચેરમેનશ્રીઓનું તથા કર્મચારીઓનું સન્માન અભિવાદન કરવામાં આવેલ, કાર્યક્રમના અધ્યક્ષ એવા ચેરમેન શ્રી શામળભાઈ પટેલ દ્વારા દૂધ વ્યવસાયમાં ગણતરી રાખી કરકસર પૂર્વક ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન લેવા સારી ઓલાદની ગાયો અને ભેંસો રાખવા તથા આધુનિક અને વૈજ્ઞાનિક પશુપાલન માટે આગ્રહ કર્યો હતો,
સંઘની ઓલાદ સુધારણ માટે સંવર્ધનલક્ષી ભ્રૂણ પ્રત્યારોપણ પધ્ધતિ તથા સેક્સ્ડ સિમેન વિષે માર્ગદર્શન આપ્યું હતું અને દૂધ ઉત્પાદન વધારવા સંઘ દ્વારા ૩ % વ્યાજ સહાય સાથેની ૫ ગાયો માટે વ્યક્તિગત ધિરાણની યોજના અમલમાં મૂકી છે તેનો લાભ લેવા આગ્રહ કર્યો હતો,
વધુમાં તેઓએ મંડળીને સંઘ તથા સરકારની યોજનાઓનો લાભ દૂધ ઉત્પાદકોને આપવા સૂચન કર્યું હતું સાથે સાથે સંઘ દ્વારા દૂધ મંડળીઓને શ્રેષ્ઠ ગુણવત્તાનું કરિયાણું, નમકીન ,ઓર્ગેનિક ઉત્પાદન, ડેરી ઉત્પાદનો વેચાણ કરી આવકમાં વધારો થાય એવા આયોજન કરવા આગ્રહ કર્યો હતો,પ્રસંગે નીલકંઠ મહાદેવના મહંત સોહન પુરી મહારાજ, સંયુક્ત રજીસ્ટ્રાર પ્રતિકભાઈ ઉપાધ્યાય અને ડૉ.અમિતભાઈ દેસાઇ દ્વારા ઉદબોધન કરી સહકારી દૂધના વ્યવસાયથી આવેલ સામાજિક અને આર્થિક પરિવર્તન બાબતે વિસ્તારથી છણાવટ કરી દૂધ મંડળી ને શુભેચ્છા પાઠવી યુવાનો દૂધના વ્યવસાયમાં આગળ આવે તે માટે અનુરોધ કર્યો હતો,કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા.