સુરેશભાઈ ગોધાણીના ફાર્મ હાઉસ બોટાદ રોડ, ગઢડા મુકામે કરવાના આવી. સૌરાષ્ટ્ર ના પનોતા પુત્ર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા સાહેબની ખાસ ઉપસ્થિતિમાં અને બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ગઢડા નું ગૌરવ એવા શ્રી સુરેશભાઈ ગોધાણી ની હાજરીમાં બંધારણ ગૌરવ દિવસ ઉજવણી અભીયાન સંદર્ભે ઉપસ્થિત વિશાલ સંખ્યામાં ગઢડા શહેર અને તાલુકા મંડળના કાર્યકર્તાઓની હાજરીમાં સૌપ્રથમ રૂપાલા સાહેબ દ્વારા બાબાસાહેબ આંબેડકરને પુષ્પહાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આજના કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જિલ્લાના આગેવાનો શ્રી હિંમતભાઈ મકવાણા અને શ્રી લાલજીભાઈ ચૌહાણ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સુરેશભાઈ ગોધાણી દ્વારા પણ સુંદર માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.
માનનીય રૂપાલા સાહેબે તેમના ધારદાર વક્તવ્યમાં કોંગ્રેસને આડે હાથે લીધી હતી અને ભારતીય જનતા પાર્ટી એકમાત્ર બંધારણ પ્રમાણે સરકાર ચલાવી રહી છે તેવું સચોટ ઉદાહરણ સાથે માર્ગદર્શન આપ્યું હતું.બંધારણ ગૌરવ દિવસ ઉજવણી અભીયાન સંદર્ભે આવતા વિવિઘ કાર્યક્રમો વિશે કાર્યક્રમના જિલ્લા સહ સંયોજક શ્રી ધવલભાઇ ડોડીયા દ્વારા વાત કરવામાં આવી હતી,
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બંધારણ ગૌરવ દિવસ ઉજવણી અભીયાન સંદર્ભે આવતા વિવિઘ કાર્યક્રમના ગઢડાના ઇન્ચાર્જ અને જિલ્લા ભાજપ મીડિયા સીલના કન્વીનર શ્રી પિયુષભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ગઢડા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ભરતસિંહ પઢિયાર દ્વારા કાર્યક્રમની આભાર વિધિ પહેલા ગઢડા શહેર અને તાલુકા મંડળના નવનિયુક્ત પ્રમુખ શ્રી વિક્રમભાઈ બોરીચા અને શ્રી પ્રકાશભાઈ સાંકળિયા નું શ્રી ચંદ્રકાંતભાઈ લાઠીગરા અને શ્રી રાજુભાઈ ચૌહાણ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગઢડા શહેર ભાજપ મહામંત્રી શ્રી હમીરભાઈ લાવડીયા,ગઢડા તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ બોરડા, ગઢડા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરા, બોટાદ જિલ્લા પંચાયત ચેરમેન રાજુભાઈ ચૌહાણ, બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મુકેશભાઈ હિંહોરીયા, ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ વિઠાણી દાદા, બોટાદ જિલ્લા ભાજપના આગેવાન અમરશીભાઈ માણીયા,બંધારણ ગૌરવ દિવસ ઉજવણી અભીયાન સંદર્ભે આવતા વિવિઘ કાર્યક્રમના ગઢડાના સહઇન્ચાર્જ ઘનશ્યામભાઈ ડવ અને જીતુભાઈ પરમાર તેમજ બોટાદ જિલ્લા ભાજપના આગેવાનો, ગઢડા તાલુકા અને શહેર મંડળના આગેવાનો, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા તાલુકા અને શહેરના આગેવાનો, વિશાલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.