સુરતમાં ટીઆરબી જવાનોની દાદાગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. ટીઆરબી જવાનો પાસે કોઈ વાહનને રોકવાનો અને દસ્તાવેજો માંગવાનો અધિકાર હોતો નથી.
છતાં સુરતમાં ટીઆરબી જવાનો દ્વારા રસ્તા પર ડ્રાઇવરો પાસેથી કાગળો માંગવામાં આવી રહ્યાં હતા.હજીરા હાઈવે પરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે…
સુરતના હજીરા હાઈવે પરના વાયરલ વીડિયોમાં ટીઆરબી જવાનો પાસે અધિકાર ન હોવા છતાં પેટ્રોલના ટેન્કરોના ડ્રાઇવરો પાસે કાગળો માંગી રહ્યાં હતા. ટીઆરબી જવાનો પાસે વાહન ચાલકોને રોકવાનો અધિકાર નથી. છતાં તે દાદાગીરી કરી હાઈવે પર વાહનોને રોકી રહ્યાં હતા. ટીઆરબી જવાનો પેટ્રોલ ટેન્કર ચાલકોને ઉભા રાખી તેની પાસે દસ્તાવેજો માંગી રહ્યાં હતા. ડ્રાઇવર પર રોફ જમાવવા ટીઆરબી જવાનો દાદાગીરી પણ કરી રહ્યાં હતા.
તેઓ ધમકી આપીને કાગળો માંગી રહ્યાં હતા. જ્યારે જાગૃત નાગરિક સ્થળ પર પહોંચ્યા તો ટીઆરબી જવાનોએ મોબાઈલ ફોનને ધક્કા માર્યા હતા. આ ઘટના મોબાઈલ ફોનના કેમેરામાં કેદ થઈ જતાં ટીઆરબી જવાનો પોતાનો ચહેરો છુપાવવા લાગ્યા હતા.
ટીઆરબી જવાનોનો વિડીયો થયો વાયરલ..
સુરતના હજીરા ખાતે ટીઆરપી જવાનોએ પેટ્રોલના ટેન્કરોના ડ્રાઇવરો પાસે કાગળો ની માંગ કરાઈ..
ટીઆરબી જવાનોને વાહનોના દસ્તાવેજો ની ચકાસણી કરવાની સસ્તા નથી…
પેટ્રોલના ટેન્કરોના ડ્રાઇવર પર ટીઆરપી જવાનો પર રોફ જમાવી જબરદસ્તી કરી રહ્યો હતો ચેકિંગ..