સનાતન ધર્મમાં તુલસીના છોડનું ખુબ જ મહત્વ છે તુલસીના છોડને ખબજ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે દર વર્ષે કારતક સૂદ અગિયાર ના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે તુલસી વિવાહનું ખુબ જ મહત્વ છે
કારતક મહિનાની એકાદશી ની તિથિ પર તુલસીજીના ભગવાન શાલિગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરવામાં આવે છે ત્યારે ઉના તાલુકાના વાંસોજ ગામમાં તુલસી વિવાહ નું ભવ્ય થી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું
જેમાં ઘોડા, રથ તેમજ ડીજે ના તાલે વાંસોજ ગામના તમામ લોકોએ ભગવાન ઠાકોર ની જાન જોડી માતા તુલસી સાથે વિવાહ કરવા વાંસોજ ગામના આહીર મંડાણભાઈ વાળાના ઘરે થી લઈ વાંસોજ ભૂતનાથ મંદિર થી રામદેવપીર મંદિર સુધી સામુહિક રાસ તેમજ ફટાકડા ફોડી આકાશમાં આતાશબાજી કરી પહોંચ્યા હતા
આ પ્રસંગ માં ઠાકોર ભગવાન પક્ષના યજમાન આહીર મંડાણભાઈ વાંક તેમજ માતા તુલસી પક્ષ ના યજમાન કન્યાદાતા આહીર પરબતભાઈ રામ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે વાંસોજ ગામના તમામ ધર્મ પ્રેમી જનતા તેમજ સમસ્ત ગામ જનોએ આ પ્રસંગ માં ઉપસ્થિત રહી ભગવાન ઠાકોર ના વિવાહ માતા તુલસી સાથે ધામધૂમ થી કરવામાં આવ્યા.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ