Latest

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વરાછાના ધારાસભ્ય હડાદ ખાતે માનતા પૂરી કરવા આવ્યા, અંબાજી મંદિરમાં હવન કર્યો અને ગબ્બર ખાતે આરતીમાં જોડાયા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.હાલમા દિવાળીનો ઉત્સવ પર્વ ચાલી રહ્યાં છે,ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માંઇ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે,

ત્યારે આજે દેવ ઉઠી અગિયારસ છે, ત્યારે આજની લગ્નની સીઝન શરુ થઇ રહી છે, ત્યારે માંઇ ભક્તો ધજા અને હવન પૂજન કરાવી રહ્યાં છે ત્યારે આજે સુરત વરાછા ના ધારાસભ્ય કુમાર કાનાણી જેઓ પહેલા રાજ્ય સરકાર મા આરોગ્ય મંત્રી તરીકે પોતાની ફરજ નિભાવી છે, ત્યારે આજે તેઓ અંબાજી માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં તેમને અન્નકુટ આરતી મા પણ ભાગ લીધો હતો અને ગબ્બર ખાતે પણ આરતી મા જોડાયા હતા.

આજે સવારે અંબાજી મંદિરમાં કુમાર કાનાણી આવ્યા હતા અને અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવીને મંદીરની હવન શાળામાં હોમ હવન કરીને રાજ્યની સુખાકારી માટે આહુતિ આપી પ્રાર્થના કરી હતી.

એટલુજ નહિ આ પ્રસંગે હાલ તબક્કે ગુજરાત સહીત દેશભર મા ડબલ એન્જીન સરકાર વિકાસ કરી રહી છે અને નરેન્દ્ર મોદી વિકાસ કરી રહ્યાં છે. આગામી ગુજરાત સરકારમા મંત્રી મંડળ મા સમાવેશ કરવાના પ્રશ્ન સામે જણાવ્યુ હતું કે હું લોકો માટે કાર્ય કરું છુ અને માતાજી મને ઘણું આપ્યુ છે અને આગળ પણ માતાજીની કૃપા રહે તો બધું સારું થશે.

અંબાજી નજીક આવેલા હડાદ ગામે ભૈરવજી મંદીરના તેમને દર્શન કર્યાં હતા. ભૈરવજી મંદિરમા તેમનાં સમર્થકોએ માનતા માની હતી જે માનતા પુર્ણ કરવા કુમાર કાનાણી હડાદ આવ્યા હતા.

:- કોટેશ્વર મહાદેવ મંદિર ના દર્શન કર્યા :-

અંબાજી આવેલા પુર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ કોટેશ્વર મહાદેવ મંદિર ના દર્શન કરવા પહોચ્યાં હતા. અહી તેમને શિવ મંદિરમા શિવ પુજા કરી હતી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *