શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અંબાજી દાંતા તાલુકામાં આવેલું પહાડ ઉપર વસેલું જગતજનની માં અંબાનું માઈ ધામ છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ખાતે યુજીવીસીએલ સમગ્ર ધામમાં અને તાલુકામાં ગામેગામ સુધી લાઇટો પહોંચેલી છે પરંતુ જ્યારે વાવાઝોડું કે ભારે પવન આવે ત્યારે સૌથી મોટો પ્રશ્ન લાઈટનો હોય છે આ વખતે બીપર જોય વાવાઝોડાને પગલે અંબાજી યુજીવીસીએલ ના નાયબ ઇજનેર અને તેમની ટીમની સુંદર કામગીરી રહી હતી.
ગત રાત્રિ બિપરજોય વાવાઝોડાં દરમિયાન UGVCL અંબાજી પેટા વિભાગ કચેરી ના નાયબ ઇજનેરશ્રી અને ટીમ દ્વારા સતત તમામ ગામોમાં વીજ પુરવઠો યથાવત રાખવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે અને 70 ગામોમાં વીજ પુરવઠો જળવાય એ માટે સતત ટીમ દ્વારા ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી